ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે ખુશખબર, ટ્રેન ટિકિટ પર હવે 3 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: હાલમાં રેલવન એપ પર આર-વૉલેટ (R-Wallet) મારફતે અનારક્ષિત ટિકિટ બુક કરવાથી 3% બોનસ કેશબેકની સુવિધા મળે છે. હવે આ પહેલને આગળ વધારતા એવું નક્કી કરવામાં આવ્યું છે કે રેલવન એપ પર આર-વૉલેટ ઉપરાંત તમામ ડિજિટલ ચુકવણી માધ્યમો દ્વારા અનારક્ષિત ટિકિટ બુક કરવાથી મુસાફરોને 3 ટકાની છૂટ આપવામાં આવશે.

આર-વૉલેટ મારફતે અનારક્ષિત ટિકિટ બુકિંગની સ્થિતિમાં અગાઉની જેમ 3% બોનસ કેશબેકની સુવિધા યથાવત ચાલુ રહેશે. આ 3% છૂટના લાભની સુવિધા 14 જાન્યુઆરી, 2026 થી 14 જુલાઈ, 2026 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન CRIS દ્વારા યોજનાના પ્રભાવ અંગેનો ફીડબેક મે મહિનામાં રેલવે બોર્ડને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી આગળની સમીક્ષા કરી શકાય. આ નિર્ણય અનુસાર રેલવન એપમાં જરૂરી ટેકનિકલ ફેરફારો કરવામાં આવશે. રેલવે બોર્ડની આ પહેલ યાત્રીઓને ડિજિટલ ચુકવણી અપનાવવા પ્રોત્સાહિત કરશે તેમજ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ સુવિધાજનક બનાવશે.

ઑફર ક્યાં સુધી ચાલુ રહેશે?

રેલ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, આ ડિસ્કાઉન્ટ ઓફર પ્રાયોગિક ધોરણે છ મહિના માટે લાગુ કરવામાં આવી છે. આ ઓફરની શરૂઆત 14 જાન્યુઆરી-2026થી થશે અને તેની અંતિમ તારીખ 14 જુલાઈ-2026 નક્કી કરવામાં આવી છે.

કોઈપણ ડિજિટલ પેમેન્ટ પર મળશે સીધુ ડિસ્કાઉન્ટ

અત્યાર સુધી રેલવેમાં માત્ર ‘આર-વોલેટ’ દ્વારા પેમેન્ટ કરવા પર જ ત્રણ ટકા કેશબેક મળતું હતું. જોકે, નવા નિયમ મુજબ હવે મુસાફરો કોઈપણ ડિજિટલ માધ્યમ જેવા કે UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા પેમેન્ટ કરશે તો તેમને સીધુ ત્રણ ટકા ડિસ્કાઉન્ટ ટિકિટના ભાવમાં જ મળી જશે.

આ પણ વાંચો: જાપાનને પાછળ છોડીને દુનિયાની ચોથી સૌથી મોટું અર્થતંત્ર બન્યું ભારત

Back to top button