ટ્રેન્ડિંગવર્લ્ડ

કેલિફોર્નિયામાં ભારતીય જવેલર્સની દુકાન લૂંટાઈ, 20 લૂંટારુ ત્રાટક્યા

HD ન્યૂઝ ડેસ્ક, 16 જૂન, દિવસે અને દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે, ચોરોને પોલીસનો ડર જ ન હોય એમ ધોળા દિવસે ચોરીને અંજામ આપી રહ્યા છે, ત્યારે વધુ એક આવો બનાવ સામે આવ્યો છે જ્યાં યુનાઇટેડ સ્ટેટ્સમાં 20 જેટલા લૂંટારુ માસ્ક પહેરીને PNG જ્વેલર્સની દુકાન પાર નિશાન સાધ્યું હતું. પોલીસે જણાવ્યું કે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં હથિયારધારી માણસો જ્વેલરી શોપમાં ‘હથોડા’ સાથે ઘૂસતા જોવા મળે છે.

ચોરોએ હથોડીઓ અને સાધનોથી સજ્જ, કાચના કાઉન્ટર તોડી નાખ્યા

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. હકીકતમાં, 20 જેટલા ચોરોએ એક સાથે અમેરિકાના કેલિફોર્નિયાના સની વેલે શહેરમાં સ્થિત એક જ્વેલર્સની દુકાનમાં ઘૂસી આવ્યા હતા. આ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ 20 ચોરો થોડી જ વારમાં બધુ જ લૂંટીને ત્યાંથી નાસી છૂટયા હતા. ચોરોએ હથોડીઓ અને સાધનોથી સજ્જ, કાચના કાઉન્ટર તોડી નાખ્યા હતા. 12 જૂનના રોજ થયેલી આ ચોરીમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ચોરોએ દાગીનાની દુકાનમાં ચોરી કરવા માટે હથોડીઓ અને સાધનોનો ઉપયોગ કરીને દુકાનમાં ઘૂસ્યા હતા જ્યાં તેઓએ અનેક સોના ચાંદી ઘરેણાંની ચોરી કરી અનેક વાહનોમાં ભાગી છૂટયા હતા.

PNG જ્વેલર્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરે શું કહ્યું ?

આ ઘટનાની પુષ્ટિ કરતા, PNG જ્વેલર્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સૌરભ ગાડગીલે જણાવ્યું હતું કે, ” અમારા સનીવેલ, કેલિફોર્નિયા સ્ટોરમાં બનેલી ઘટના માટે તમે જે અત્યંત કાળજી અને ચિંતા દર્શાવી છે તે બદલ હું હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરવા માટે લખી રહ્યો છું. હા, એક સશસ્ત્ર લૂંટ થઈ હતી, અને છેલ્લા છ અઠવાડિયામાં આ ચોથી ઘટના છે જેમાં ભારતીય જ્વેલર સામેલ છે, અમારા તમામ કર્મચારીઓ સુરક્ષિત છે. ધરપકડ કરવામાં આવી રહી છે, અને તપાસ ચાલુ છે અમે સત્તાવાળાઓને સમર્થન આપવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ જેથી કરીને ન્યાય મળે.”

આ પણ વાંચો..ચોરના પ્રેમમાં પડી છોકરી, પહેલા 11 લાખ ખોયા તો પછી કરવા લાગી લૂંટ

Back to top button