ભારતીય વાયુસેનાએ પોર્ટેબલ હોસ્પિટલનું સફળ પરીક્ષણ કર્યું, જાણો શું થશે ફાયદો!
- ભારતીય વાયુસેનાએ આગ્રામાં પોર્ટેબલ હોસ્પિટલનું પરીક્ષણ કર્યું સફળ પરીક્ષણ
- આ વીડિયો મંત્રી મનસુખ માંડવિયાએ તેમના X હેન્ડલ પર શેર કર્યો
- ઈમરજન્સીની સ્થિતિમાં આ હોસ્પિટલને એર ડ્રોપ દ્વારા તરત જ તૈયાર કરી શકાશે
નવી દિલ્હી,15 મે: આગ્રામાં વાયુસેનાએ આજે એવું કામ કર્યું છે જે ભવિષ્યમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે ઘણા ફેરફારો લાવી શકે છે. વાસ્તવમાં, ભારતીય વાયુસેનાએ આગ્રામાં એક પોર્ટેબલ હોસ્પિટલનું પરીક્ષણ કર્યું હતું જે સફળ રહ્યું છે. આ પોર્ટેબલ હોસ્પિટલને લગભગ 1500 ફૂટની ઊંચાઈથી જમીન પર ઉતારવામાં આવી છે. આ સફળ પરીક્ષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ જોવા મળ્યો હતો, જેને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ તેમના X હેન્ડલ પર શેર કર્યો છે. તે વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે આ પોર્ટેબલ હોસ્પિટલને એક પ્લેન દ્વારા ઘણી ઊંચાઈએથી નીચે ઉતારવામાં આવી હતી. જે પેરાશૂટની મદદથી સુરક્ષિત રીતે જમીન પર લેન્ડ કરાઈ હતી.
વીડિયો શેર કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કેપ્શનમાં લખ્યું, ‘ભારતીય વાયુસેનાએ આગ્રામાં એરડ્રોપ માટે અત્યાધુનિક સ્વદેશી મોબાઈલ હોસ્પિટલ ભીષ્મ ક્યુબનું પરીક્ષણ કર્યું. આ નવીન ટેક્નોલોજી ગમે ત્યાં કટોકટી દરમિયાન ઝડપી અને વ્યાપક તબીબી સહાય પૂરી પાડવા માટે એક મોટી છલાંગ છે.’
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ વીડિયો શેર કર્યો છે
Indian Air Force tests BHISHM Cube, a state-of- the-art indigenous mobile hospital, for airdrop in Agra.
This innovative technology is a great leap forward in providing rapid and comprehensive medical aid during emergencies anywhere.https://t.co/tUARKouKCz pic.twitter.com/bA8W2c7CAR
— Dr Mansukh Mandaviya (मोदी का परिवार) (@mansukhmandviya) May 15, 2024
આ હોસ્પિટલથી શું ફાયદો થશે?
અત્યાર સુધી આ સમાચાર વાંચ્યા પછી અને વિડિયો જોયા પછી સૌના મનમાં એક પ્રશ્ન આવી રહ્યો હશે કે આનાથી શું ફાયદો થશે? અહી ઉલ્લેખનીય છે કે કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં આ હોસ્પિટલને એર ડ્રોપ દ્વારા તરત જ તૈયાર કરી શકાય છે. આ હોસ્પિટલમાં AI સિસ્ટમ લગાવવામાં આવી છે . જે સારવારમાં મદદ કરશે. આ પોર્ટેબલ હોસ્પિટલ દ્વારા એક સમયે એક સાથે લગભગ 200 લોકોની સારવાર થઈ શકે છે. એટલું જ નહીં, તે ઇન્ટરનેટ વિના પણ કામ કરી શકે છે. તેમાં ઘણી વિશેષતાઓ પણ છે જે સારવારમાં મદદ કરશે.
આ પણ વાંચો:કંપનીઓ તરફથી સતત આવતા ફોનના ત્રાસથી ટૂંક સમયમાં રાહત મળી શકે છે