
India vs Afghanistan: અફઘાનિસ્તાન સામે યોજાનારી ટેસ્ટ અને વનડે સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. પસંદગીકારોએ આ વખતે અનુભવી અને યુવા ખેલાડીઓનું સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે. આ સિરીઝમાં કુલ ચાર નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જેમાં IPLમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
ટીમમાં માનવ સુથાર, ગુરનૂર બરાર, હર્ષ દુબે અને પ્રિન્સ યાદવને પ્રથમ વખત મોટી તક આપવામાં આવી છે. હર્ષ દુબે અને ગુરનૂર બરારને ટેસ્ટ તેમજ વનડે બંને સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે, જ્યારે પ્રિન્સ યાદવને ફક્ત વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. યુવા ખેલાડીઓને તક આપવાના નિર્ણયથી પસંદગીકારો ભવિષ્યની ટીમ તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા હોવાનું માનવામાં આવે છે.
વનડે ટીમમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાનું નામ સામેલ છે, પરંતુ તેઓ ફિટનેસ ક્લિયર થયા બાદ જ ઉપલબ્ધ રહેશે. બીજી તરફ ઋષભ પંતને વનડે સ્ક્વોડમાં સ્થાન મળ્યું નથી. વનડેમાં વિકેટકીપિંગની જવાબદારી કેએલ રાહુલ સંભાળશે. ટેસ્ટ ટીમમાં કેએલ રાહુલને ઉપકપ્તાન બનાવવામાં આવ્યા છે, જ્યારે ઋષભ પંત પાસેથી ઉપકપ્તાની છીનવી લેવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટેસ્ટ ટીમમાં યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન અને દેવદત્ત પડિકલ જેવા યુવા બેટ્સમેન પર મોટી જવાબદારી રહેશે. વિકેટકીપર તરીકે ઋષભ પંત અને ધ્રુવ જુરેલને સ્થાન મળ્યું છે. બોલિંગ વિભાગમાં મહંમદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ યાદવ જેવા અનુભવી બોલરો સાથે યુવા ખેલાડીઓને પણ પોતાની પ્રતિભા સાબિત કરવાની તક મળશે.
🚨 News 🚨
Presenting #TeamIndia's squads for the @IDFCFIRSTBank Test match and the 3️⃣-match ODI series against Afghanistan in June 🙌#INDvAFG pic.twitter.com/hFiABALLld
— BCCI (@BCCI) May 19, 2026
અફઘાનિસ્તાન સામે ટેસ્ટ સિરીઝ માટે ભારતની ટીમ:
શુભમન ગિલ (કપ્તાન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (ઉપકપ્તાન), સાઈ સુદર્શન, ઋષભ પંત (વિકેટકીપર), દેવદત્ત પડિકલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મહંમદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, માનવ સુથાર, ગુરનૂર બરાર, હર્ષ દુબે, ધ્રુવ જુરેલ (વિકેટકીપર)
અફઘાનિસ્તાન સામે વનડે સિરીઝ માટે ભારતની ટીમ:
શુભમન ગિલ (કપ્તાન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (ઉપકપ્તાન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બરાર, હર્ષ દુબે
અફઘાનિસ્તાનનો ભારત પ્રવાસ કાર્યક્રમ:
- 6 થી 10 જૂન: એકમાત્ર ટેસ્ટ – મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ)
- 14 જૂન: પ્રથમ વનડે – ધર્મશાળા
- 17 જૂન: બીજી વનડે – લખનૌ
- 20 જૂન: ત્રીજી વનડે – ચેન્નઈ
આ પણ વાંચો: એર ઈન્ડિયા વિમાન મામલે મોટી કાર્યવાહી, ફ્યૂલ કંટ્રોલ સ્વિચ તપાસમાં રહેશે DGCA અધિકારીઓ












