ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર ભારત-યુકેની વાટાઘાટો અટકી: લોકસભા ચૂંટણી બાદ નિર્ણય

  • ભારત અને યુકે વચ્ચેનો એક વર્ષમાં આશરે 38.1 બિલિયન પાઉન્ડનો વેપાર રહેલો છે 

નવી દિલ્હી, 16 માર્ચ: ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પરની વાટાઘાટોનો 14મો રાઉન્ડ કોઈપણ કરાર વિના સમાપ્ત થયો છે. બ્રિટિશ અધિકારીઓનું કહેવું છે કે, આગામી ભારતીય ચૂંટણી પહેલા સમજૂતીને અંતિમ સ્વરૂપ આપી શકાયું નથી. બંને દેશો બે વર્ષથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર વાતચીત કરી રહ્યા છે અને બંને દેશો 2024માં રાષ્ટ્રીય ચૂંટણીઓ યોજવા માટે પણ તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મે મહિનામાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ત્રીજી વખત સત્તામાં આવવાનો પ્રયાસ કરશે. એક બ્રિટિશ અધિકારીનું કહેવું છે કે, “કોઈ પણ પક્ષ વાટાઘાટોથી દૂર નથી જઈ રહ્યો. અમારી સંયુક્ત મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરે તેવા કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે અમારી પાસે જે જરૂરી છે તે નથી.” ઔપચારિક વેપાર વાટાઘાટોનો આગામી તબક્કો લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી જ શરૂ થશે. હાલ ભારત અને યુકે વચ્ચેનો વેપાર એક વર્ષમાં આશરે 38.1 બિલિયન પાઉન્ડનો છે તેમજ ભારતે તાજેતરમાં જ યુરોપિયન દેશોના જૂથ – સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિક્ટેંસ્ટાઇન સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

 

પીએમ મોદીએ બ્રિટિશ પીએમ સાથે કરી હતી વાતચીત 

વાટાઘાટો પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અઠવાડિયાની શરૂઆતમાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથે વાત કરી હતી અને બંને નેતાઓ “ઐતિહાસિક અને વ્યાપક સમજૂતી” સુધી પહોંચવાના મહત્ત્વ પર સંમત થયા હતા જે બંને દેશોને લાભ કરશે. આ અઠવાડિયાની શરૂઆતમાં, ભારતે ટેરિફ ઘટાડવા માટે પ્રતિબદ્ધતા સાથે યુરોપિયન દેશો જેવા કે સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિક્ટેંસ્ટેઇન સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જ્યારે ભારતને આગામી 15 વર્ષમાં 100 અબજ ડોલરનું રોકાણ પ્રાપ્ત થશે.

વાટાઘાટોનો આગળનો તબક્કો ભારતમાં ચૂંટણી પછી થશે

ગયા મહિનાના સત્તાવાર આંકડાઓ અનુસાર, ભારત અને યુકે વચ્ચેનો વેપાર હાલમાં વાર્ષિક આશરે 38.1 બિલિયન પાઉન્ડનો છે. બ્રિટનમાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, “અમારો અંદાજ છે કે કેટલીક વાટાઘાટો થઈ શકે છે પરંતુ વાટાઘાટોનો આગળનો તબક્કો ભારતમાં ચૂંટણી પછી જ થશે. કોઈપણ પક્ષ વાટાઘાટોથી ભાગી રહ્યો નથી. તે માત્ર એટલું જ છે કે માલસામાન, સેવાઓ અને રોકાણમાં અમારી સંયુક્ત મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરતા કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે અમારી પાસે તે નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં વાટાઘાટોકારોએ ખૂબ જ મહેનત કરી છે અને અમે કેટલીક સમસ્યાઓ ઉકેલવામાં સફળ થયા છીએ.

આ પણ જુઓ: ચૂંટણીની જાહેરાત પહેલા PM મોદીનો દેશવાસીઓને પત્ર: વિકસિત ભારત માટે માંગ્યા સૂચનો

Back to top button