ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ ઝીંકયા બાદ સરકારે આપી પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- દેશ હિત માટે જરૂર તમામ પગલાં લઈશું

નવી દિલ્હી, તા. 30 જુલાઈ, 2025: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ચીજવસ્તુઓ પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યાના થોડા કલાકો બાદ, ભારત સરકારે જણાવ્યું હતું કે અમેરિકા સાથે વેપાર વાટાઘાટો ચાલુ રાખતી વખતે ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) ના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર કડક પગલાં લેશે.
ભારતે એક નિવેદનમાં કહ્યું, “સરકાર આપણા ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને MSME ના કલ્યાણનું રક્ષણ અને સંવર્ધન કરવાને સૌથી વધુ મહત્ત્વ આપે છે. સરકાર રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે, જેમ કે બ્રિટન સાથેના આર્થિક અને વેપાર કરાર સહિત અન્ય વેપાર કરારોના કિસ્સામાં કરવામાં આવ્યું છે.” ભારતે વધુમાં જણાવ્યું હતું કે વિદેશી ખેલાડીઓ માટે પોતાના બજારો ખોલતી વખતે, તે સ્થાનિક ખેલાડીઓના હિતોની સુરક્ષા પ્રત્યે પણ સંવેદનશીલ છે. આ માટે ભારતે તાજેતરમાં બ્રિટન સાથે થયેલા મુક્ત વેપાર કરારનો પણ ઉલ્લેખ કર્યો હતો.
Taken note of US President Trump’s statement on bilateral trade, studying its implications: Government
Read @ANI Story | https://t.co/SZun4hl9BO#Trump #Indiangoverment #tariff pic.twitter.com/xhfO88gWO9
— ANI Digital (@ani_digital) July 30, 2025
નવા ટેરિફની અસર
ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલ નવા ટેરિફ પ્લાન ભારતના અનેક શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા નિકાસ ક્ષેત્રો પર લાગુ પડશે. જેમાં ઓટોમોબાઈલ, ઓટો કમ્પોનન્ટ, સ્ટીલ, એલ્યુમિનિયમ, સ્માર્ટફોન, સોલાર મોડ્યુલ્સ, દરિયાઈ ઉત્પાદનો, રત્ન-આભૂષણો, અને પસંદગીના પ્રક્રિયા કરાયેલા ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોનો સમાવેશ થાય છે, જે તમામ ૨૫ ટકા ટેરિફની યાદીમાં શામેલ છે. જોકે, ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર અને મહત્ત્વપૂર્ણ ખનિજોને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
ભારતના વિકલ્પો અને ભવિષ્ય
આ દરમિયાન, અર્થશાસ્ત્રીઓ ભારત માટે અન્ય દેશો સાથે વધુ ગાઢ આર્થિક સંબંધો બાંધવા, નવા બજારો શોધવા અને પોતાના દેશમાં નવી તકો ઊભી કરવા જેવી બાબતો પર ભાર મૂકી રહ્યા છે. આનાથી ટ્રમ્પની આક્રમક વેપાર નીતિઓથી પ્રેરિત બદલાતી ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ વચ્ચે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓના પુનઃસંતુલન સાથે સુધારાઓને પ્રોત્સાહન મળશે.
આ પણ વાંચોઃ હિંમતનગરના ગાંભોઇનો નાયબ મામલતદાર 30 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો












