ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટસ

ભારત-પાકિસ્તાન મેચની એક ટિકિટની કિંમત 16 લાખ રૂપિયા…

  • ICC જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2024 માટે સંપૂર્ણ રીતે તૈયાર
  • વર્લ્ડ કપ 2 જૂનથી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં રમાશે
  • ટિકિટની કિંમત 20 હજાર ડોલર (લગભગ 16.65 લાખ રૂપિયા)

નવી દિલ્હી,23 મે: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2024 માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ વર્લ્ડ કપ 2 જૂનથી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં રમાશે. આ દરમિયાન ન્યૂયોર્કમાં 8 મેચ રમાશે. જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની જબરદસ્ત હરીફાઈ પણ સામેલ છે.

ICCએ આ અંગે ટિકિટો પણ જારી કરી છે, જેની કિંમત લાખોમાં છે. ICC અનુસાર, ડાયમંડ કેટેગરીની ટિકિટની કિંમત 20 હજાર ડોલર (લગભગ 16.65 લાખ રૂપિયા) રાખવામાં આવી છે. આ જોઈને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના જનક લલિત મોદી ગુસ્સે થઈ ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ICCને અરીસો પણ બતાવ્યો.

 

ટિકિટની કિંમત 25 હજાર રૂપિયાથી શરૂ થાય છે

હકીકતમાં, રાજકીય તણાવને કારણે, 2012 થી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. ત્યારથી, આ બંને ટીમો હંમેશા ICC ટૂર્નામેન્ટ અથવા એશિયા કપમાં સામસામે આવી છે.

આ જ કારણ છે કે ભારત-પાકિસ્તાન મેચને લઈને ચાહકોમાં ક્રેઝ ઘણો વધી ગયો છે. આવી સ્થિતિમાં ICC પણ આનો ફાયદો ઉઠાવવા માંગે છે અને ટિકિટની કિંમત લાખો રૂપિયામાં રાખી છે. ICC અનુસાર, ભારત-પાકિસ્તાન મેચની ટિકિટની કિંમત 300 ડોલર (લગભગ 25 હજાર) થી શરૂ થઈ છે.

મોદીએ પોતાની પોસ્ટમાં ICCને ફટકાર લગાવી હતી

લલિત મોદીએ X પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું, ‘આ જાણીને આઘાત લાગ્યો કે ICC ભારત-પાકિસ્તાન મેચની ડાયમંડ ક્લબની ટિકિટ 20 હજાર ડોલરમાં વેચી રહી છે. આ વર્લ્ડ કપ અમેરિકામાં આ રમતને પ્રોત્સાહન આપવા અને ચાહકોને જોડવા માટે યોજવામાં આવી રહ્યો છે, નફો કમાવવા માટે. $2750 (લગભગ રૂ. 2.28 લાખ)માં ટિકિટ વેચવીએ ક્રિકેટ નથી.

અહી જણાવવાનું કે જ્યારે ICCની વેબસાઈટ પર જોવામાં આવ્યું તો 70 ટકા ટિકિટો (22 મે સુધી) વેચાઈ ચૂકી હતી, જેની કિંમત દર્શાવાઈ ન હતી. ઉપલબ્ધ ટિકિટોમાં ડાયમંડ કેટેગરીની ટિકિટની કિંમત 10 હજાર ડોલર (લગભગ 8.32 લાખ) રાખવામાં આવી છે. જ્યારે સૌથી ઓછી કિંમતની ટિકિટ $2750 (લગભગ રૂ. 2.28 લાખ) બતાવવામાં આવી હતી.

આ પણ વાંચો: પન્નુ કાંડમાં નિખિલ ગુપ્તાની મુશ્કેલીઓ વધી, ચેક કોર્ટે અમેરિકા પ્રત્યાર્પણને આપી મંજૂરી

Back to top button