ટીમ ઈંડિયાએ હાથ ન મિલાવ્યો તો શોએબ અખ્તર ગુસ્સે થઈ ગયો, કહી દીધી આ મોટી વાત

ind vs pak match: 14 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી એશિયા કપ ૨૦૨૫ ગ્રુપ-એની એક મહત્વપૂર્ણ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું. સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે પહેલા બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાનને ૨૦ ઓવરમાં ૧૨૭/૯ સુધી મર્યાદિત રાખ્યું. આ પછી, ભારતે ૧૫.૫ ઓવરમાં માત્ર ૩ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું. આ મેચમાં, ભારતની જીત કરતાં વધુ, સૂર્યકુમાર યાદવ અને તેમની ટીમે હાથ ન મિલાવવાની ઘટના સૌથી વધુ હેડલાઇન્સમાં રહી હતી.
Gautam Gambhir: “As a team, we stand with the victims of the Pahalgam terror attack & thank our armed forces for the success of Operation Sindoor. 🤍🇮🇳” #INDvsPAK#IndianCricket #IndiaVsPakistan#indvspak2025https://t.co/sv4sjr073m https://t.co/YchwOnTjHE
— Gaurav (@k_gauravs) September 15, 2025
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો
હકીકતમાં જોઈએ તો, ટોસ દરમિયાન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગા સાથે હાથ મિલાવ્યો ન હતો. મેચ સમાપ્ત થયા પછી, જ્યારે પાકિસ્તાન ટીમ હાથ મિલાવવાની રાહ જોઈ રહી હતી, ત્યારે ભારતીય ખેલાડીઓ સીધા મેદાનની બહાર નીકળી ગયા. આ પછી, ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે પણ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો. ટીમ ઈન્ડિયા દ્વારા ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરવાની ક્લિપ્સ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. હવે આ ઘટના પર પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું મોટું નિવેદન સામે આવ્યું છે.
શોએબ અખ્તરે નારાજગી વ્યક્ત કરી
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર ભારતીય ખેલાડીઓના આ વલણથી નાખુશ દેખાતા હતા. એક પાકિસ્તાની ટીવી શોમાં તેમણે કહ્યું કે તેઓ આશ્ચર્યચકિત છે. આ દ્રશ્ય જોઈને નિરાશા થાય છે. તેમને ખબર નથી કે આના પર શું કહેવું? ભારતને સલામ, શાબાશ. પણ ક્રિકેટને રાજકારણ ન બનાવો. ક્રિકેટ મેચ ચાલી રહી છે. અમે તમારા માટે સારી વાતો કહી રહ્યા છીએ. હાથ મિલાવો, કોઈ વાંધો નથી. આ ક્રિકેટ છે. દરિયાદિલી બતાવો. આવું બનતું રહે છે. ઝઘડા થાય છે. ઘરોમાં પણ ઝઘડા થાય છે, પરંતુ આપણે તેમને ભૂલી જઈએ છીએ અને આગળ વધીએ છીએ. આનો અર્થ એ નથી કે આપણે હાથ મિલાવા ન જોઈએ. એ તો આવું ન કરી શકે.
આ પણ વાંચો: મુંબઈમાં ફરી એક વાર મોનોરેલ અધવચ્ચે રસ્તામાં અટકી ગઈ, પેસેન્જર્સને માંડ માંડ બહાર કાઢ્યા












