ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થતાં ઓવૈસી નારાજ થયા, મોદી સરકારને પૂછ્યા આ 4 મોટા સવાલ

નવી દિલ્હી, 11 મે 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર શનિવારે સહમતિ થઈ ગઈ છે. સરકારે પણ યુદ્ધ વિરામની પુષ્ટિ કરી દીધી છે. પણ AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સીઝફાયર એલાન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન પોતાની ધરતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદ ફેલાવવા માટે કરતું રહેશે, ત્યાં સુધી સ્થાયી શાંતિ શક્ય નથી. તેમણે કહ્યું કે, ભલે સીઝફાયર હોય કે ન હોય, પહલગામ હુમલાના જવાબદાર આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલું રહેવી જોઈએ.
અસદુદ્દીન ઓવૈસીએ શું કહ્યું?
ભારતીય સેના અને સરકારને ટેકો આપતા ઓવૈસીએ કહ્યું કે હું હંમેશા બાહ્ય આક્રમણ સામે સરકાર અને સશસ્ત્ર દળોની સાથે ઉભો રહ્યો છું અને ભવિષ્યમાં પણ આ ચાલુ રહેશે. હું આપણી સેનાની બહાદુરી અને અજોડ કૌશલ્યની પ્રશંસા કરું છું. હું શહીદ જવાન એમ મુરલી નાઈક, એડીસીસી રાજ કુમાર થાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આ સંઘર્ષમાં માર્યા ગયેલા અથવા ઘાયલ થયેલા નાગરિકો માટે પ્રાર્થના કરું છું. ઓવૈસીએ આશા વ્યક્ત કરી કે યુદ્ધવિરામથી સરહદી વિસ્તારોના લોકોને રાહત મળશે. તેમણે કહ્યું, ‘મને આશા છે કે આ યુદ્ધવિરામ સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને થોડી રાહત આપશે.’ મને એવી પણ આશા છે કે ભારતીયો અને ભારતીય રાજકીય પક્ષો છેલ્લા બે અઠવાડિયામાંથી કેટલાક પાઠ શીખશે. જ્યારે ભારતીયો એક થાય છે ત્યારે ભારત મજબૂત બને છે; જ્યારે ભારતીયો એકબીજા સાથે લડે છે ત્યારે આપણા દુશ્મનો તેનો ફાયદો ઉઠાવે છે.
जब तक पाकिस्तान भारत के खिलाफ आतंकवाद के लिए अपनी ज़मीन का इस्तेमाल करता रहेगा, तब तक स्थायी शांति संभव नहीं है। #सीज़फायर हो या न हो, हमें #पहलगाम हमले के लिए ज़िम्मेदार आतंकवादियों का पीछा नहीं छोड़ना चाहिए।
जब जब बाहरी आक्रमण हुआ है मैं सरकार और सशस्त्र बलों के साथ खड़ा रहा… https://t.co/QJt3uMEWqJ
— Asaduddin Owaisi (@asadowaisi) May 10, 2025
ઓવૈસીએ સરકારને પૂછ્યા આ 4 સવાલ
1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જગ્યાએ એક વિદેશી દેશના રાષ્ટ્ર પ્રમુખે સંઘર્ષવિરામની ઘોષણા કેમ કરી? શિમલા કરાર બાદથી ભારત હંમેશા ત્રીજા પક્ષના હસ્તક્ષેપ વિરુદ્ધ રહ્યું છે, તો હવે તેને સ્વીકાર કેમ કર્યું? મને આશા છે કે, કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ નહીં થાય, કારણ કે તે આપણો આંતરિક મુદ્દો છે.
2 આપણે કોઈ ત્રીજા સાથે વાતચીત માટે કેમ તૈયાર થઈ ગયા? આ વાર્તાઓનો એજન્ડા શું હશે? શું અમેરિકા આની ગેરેન્ટી આપશે કે પાકિસ્તાન ભવિષ્યમાં પોતાની ધરતીનો ઉપયોગ આતંકવાદ માટે નહીં કરે?
3.શું આપણે પાકિસ્તાનને ભવિષ્યના આતંકી હુમલાથી રોકવા માટે આપણા ટાર્ગેટમાં સફળ થયા છીએ કે ખાલી એક સંઘર્ષવિરામ જ આપણો ઉદ્દેશ્ય હતો? શું આપણો ટાર્ગેટ ટ્રમ્પ દ્વારા મધ્યસ્થતાથી સીઝફાયર કરાવવાનો હતો કે પછી પાકિસ્તાનને આ સ્થિતિમાં લાવવાનો હતો કે કોઈ અન્ય હુમલાના સપના પણ ન જોઈ શકે?
4.પાકિસ્તાનને FATFના ગ્રે લિસ્ટમાં નાખવા માટે આપણા આંતરરાષ્ટ્રીય પ્રયાસો ચાલું રહેવા જોઈએ.
આ પણ વાંચો: અમે પાકિસ્તાન સાથે ઊભા છીએ: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ચીને ટેકો જગજાહેર કર્યો












