દિવેઆગર બીચ પર પિકનિક મનાવવા ગયેલા પુણેના 8 વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત
Maharashtra : મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા પ્રખ્યાત દિવેઆગર બીચ પર એક અત્યંત દર્દનાક દુર્ઘટના સામે આવી છે. પુણેથી પિકનિક મનાવવા આવેલા એક ખાનગી કોચિંગ ક્લાસના 8 વિદ્યાર્થીઓ દરિયામાં નહાવા પડ્યા બાદ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તમામના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. સ્થાનિક નાગરિકો અને વોટર સ્પોર્ટ્સ ટીમના સહયોગથી તમામ 8 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કેવી રીતે બની સમગ્ર દુર્ઘટના?
પુણેના આળંદી વિસ્તારમાં આવેલી ‘વિનર્સ’ નામની ખાનગી કોચિંગ ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓ માટે દિવેઆગર ખાતે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બીચ પર પહોંચ્યા બાદ ઉત્સાહમાં કેટલાક વિદ્યાર્થીઓ દરિયામાં નહાવા ઉતર્યા હતા. જોકે, દરિયાના પાણીની ઊંડાઈ અને મોજાંની તીવ્રતાનો યોગ્ય અંદાજ ન આવી શકતાં 8 વિદ્યાર્થીઓ ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ બીચ પર હાજર પ્રવાસીઓ અને સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ત્યાં સ્થિત ‘ભાઉ મારુતિ સાળુંખે મહાકાલી વોટર સ્પોર્ટ્સ’ ના માલિક અને કર્મચારીઓએ તાત્કાલિક દરિયામાં કૂદીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ તમામ 8 વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ફેફસાંમાં પાણી ભરાઈ જવાના કારણે શ્વાસ રુંધાવાથી તમામ વિદ્યાર્થીઓ દમ તોડી ચૂક્યા હતા.
આ પણ વાંચો:સેલ્ફી લેતા-લેતા ઇબ્રાહિમ અલી ખાન સાથે થયું કંઈક આવું, જુઓ વીડિયો
પોલીસ કાર્યવાહી અને તપાસ
ઘટનાની જાણ થતાં જ દિઘી સાગરી બોર્લી પંચતન પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સંતોષ આવટી પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે સ્થાનિક ગ્રામજનોની મદદથી તમામ 8 મૃતદેહોનો કબજો મેળવ્યો હતો. પોસ્ટમોર્ટમ અને આગળની કાનૂની પ્રક્રિયા માટે મૃતદેહોને બોર્લી પંચતનના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે ખસેડવામાં આવ્યા છે. કોચિંગ ક્લાસ સંચાલકોની કોઈ બેદરકારી હતી કે કેમ તે અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
-
તન્મય દત્તાત્રય વાહિલે
-
સુમિત ભરત અહિરે
-
પ્રણવ રામદાસ બાનસોડે
-
કૈવલ્ય સતીશ વાસંકર
-
રાજવીર યુવરાજ વાહિલે
-
યશ કિરણ વાનખેડે
-
સોહમ તુકારામ ભંડવલકર
-
કૌસ્તુભ સંદીપ દૌંડ
પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, પુણેના ખાનગી કોચિંગ ક્લાસમાંથી કુલ 48 લોકોનું જૂથ પિકનિક માટે Diveagar (દિવેગર) સમુદ્ર કિનારે આવ્યું હતું.
આ જૂથમાં સામેલ લોકોની વિગતો:
-
25 વિદ્યાર્થીઓ (છોકરાઓ)
-
17 વિદ્યાર્થિનીઓ (છોકરીઓ)
-
6 શિક્ષકો (સ્ટાફ મેમ્બર્સ)
આ સમગ્ર વિસ્તાર દિઘી તટીય (સાગરી) પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે, અને પોલીસ આ મામલે આગળની કાનૂની કાર્યવાહી તેમજ અકસ્માત અંગે તપાસ ચલાવી રહી છે.
આસનસોલ ડેમમાં ડૂબવાથી 20 વર્ષીય વિદ્યાર્થીનું મોત
આ દરમિયાન પશ્ચિમ બંગાળના આસનસોલ ખાતે પણ આવી જ એક દુર્ઘટના સામે આવી છે. મિત્રો સાથે ડેમની મુલાકાતે ગયેલા 20 વર્ષીય કોલેજિયન વિદ્યાર્થી સુપ્રિયો ચક્રવર્તીનું ડેમના ઊંડા પાણીમાં નહાતી વખતે ડૂબી જવાથી મોત થયું છે.
આ પણ વાંચો:‘રાજીનામું નહીં આપો તો…’ જ્ઞાનેશ કુમાર સામે અભિજીત દીપકેની ચેતવણી












