ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ભારતનું વિદેશી હૂંડીયામણ 1.01 અબજ ડોલર ઘટીને 697.93 અબજ ડોલર પર પહોંચ્યુ

નવી દિલ્હી, 28 જૂન, 2025: ભારતનું વિદેશી હૂંડીયામણ 20 જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહને અંતે 1.101 અબજ ડોલર ઘટીને 697.83 અબજ ડોલર રહ્યુ હતું. પાછલા સપ્તાહમાં અનામતોમાં 2.29 અબજ ડોલરનો ઊછાળો આવતા વધીને 698.95 અબજ ડોલર રહ્યુ હતું. સપ્ટેમ્બર 2024માં વિદેશી હૂંડીયામણ 704.885 અબજ ડોલરના ઓલ ટાઇમ હાઇ સ્તરે સ્પર્શી ગયું હતું.

વિદેશી ચલણ સંપત્તિમાં 357 મિલિયન ડોલરનો ઘટાડો થયો

શુક્રવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, જે વિદેશી હૂંડિયામણ અનામતનો મુખ્ય ઘટક છે તેવી વિદેશી ચલણ સંપત્તિ, 357 મિલિયન ડોલર ઘટીને 589.06 અબજ ડોલર થઈ ગઈ હતી. વિદેશી ચલણી સંપત્તિમાં ડોલર સામે યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય ચલણોમાં વધઘટની અસર પણ સામેલ છે.

સોનાના ભંડારમાં 573 મિલિયન ડોલરનો ઘટાડો થયો

ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે સપ્તાહ દરમિયાન સોનાની અનામતો 573 મિલિયન ડોલર ઘટીને 85.74 અબજ ડોલર થઇ હતી. મધ્યસ્થ બેંકે જણાવ્યું હતું કે સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) 85 મિલિયન ઘટીને 18.672 અબજ ડોલર થયા હતો. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)માં ભારતની અનામત સ્થિતિ પણ 1 મિલિયન ડોલર ઘટીને 4.45 બિલિયન ડોલર થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ ભારતમાં ટેલિફોન ઉપભોક્તાઓની સંખ્યા વધી, મે 2025માં 3.24 મિલીયનનો વધારો

Back to top button