ગુજરાતટ્રેન્ડિંગમનોરંજન

સગીરાને ફિલ્મોમાં કામ આપવાની લાલચ આપી દુષ્કર્મ કરનાર ગુજરાતી એક્ટરની ધરપકડ

Text To Speech

અમદાવાદ, 27 ડિસેમ્બર 2023, ગુજરાતની સગીરાએ બનાવેલા રિલ્સ જોઈને એક ફિલ્મ અભિનેતા અને પ્રોડ્યુસરે તેને ફિલ્મોમાં કામ અપાવવાની લાલચ આપી હતી. ત્યાર બાદ મુંબઈ લઈ જઈને એક હોટેલમાં સગીરાને પીંખી નાંખી હતી. મુંબઈ પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાજીદ નામના આરોપી પર સગીરાનું જાતિય શોષણ કરવાનો આરોપ છે. તેની સામે પોલીસે પોક્સો હેઠળ કેસ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી સાજીદે યુવતી પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો
ગુજરાતની રહેવાસી પીડિત સગીરા રિલ્સ બનાવીને સોશિયલ મીડિયામા પોસ્ટ કરતી હતી. આ સગીરાના કાકાએ આરોપી સાજીદ સાથે મુલાકાત કરાવી હતી. કાકાને એવી આશા હતી કે સાજીદ તેની ભત્રીજીને એક્ટિંગ શિખવાડશે અને ફિલ્મોમાં કામ અપાવશે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાના પરિવારે સાજિદ પર વિશ્વાસ કર્યો. જેનો ફાયદો ઉઠાવીને સાજિદ પીડિતાને 24 ડિસેમ્બરે મુંબઈ લાવ્યો અને તેને મુંબઈના અંધેરીની એક હોટલમાં લઈ ગયો. 25મી ડિસેમ્બરે સવારે સાજીદે યુવતી પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

યુવતીએ રૂમની બહાર આવી પોલીસ ફરિયાદ કરી
આ ઘટના બાદ યુવતી ડરી ગઈ અને રૂમમાંથી બહાર આવી અને પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસ નોંધીને સાજીદ ખાનની હોટલના રૂમમાંથી ધરપકડ કરી હતી. આજે પોલીસ સાજીદને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરશે. પોલીસ આ મામલાની અનેક એંગલથી તપાસ કરી રહી છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપી સગીર પીડિતાને પોતાની સાથે ગુજરાતથી મુંબઈ કેવી રીતે લઈ ગયો. પીડિતાની ફરિયાદના આધારે પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં દારૂની મહેફિલમાં ચાર રાઉન્ડ ફાયરિંગ, પોલીસે 7 ખાલી અને એક જીવતો કારતૂસ જપ્ત કર્યો

Back to top button