Digital Paymentમાં ભારત બન્યુ No.1: આ દેશોને રાખ્યા પાછળ
- કોરોના કાળ બાદ ડિજિટલ પેમેન્ટમાં તેજી આવી હતી
- વર્ષ 2022માં ભારતમાં 8.95 કરોડ ડિઝિટલ ટ્રાન્સેક્શન થયા
- ભારતે દુનિયાના પાંચ દેશોને પાછળ રાખીને ટોપ રેંકિંગ મેળવ્યુ
Digital Paymentની શરૂઆત થઇ ત્યારથી જ ધીમે ધીમે તેની લોકપ્રિયતા વધતી જ રહી છે. કોરોના કાળમાં ડિજિટલ પેમેન્ટમાં તેજી આવી હતી. વર્ષ 2022માં તેણે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. MyGovIndiaના આંકડા જણાવે છે કે વર્ષ 2022માં ભારતમાં 8.95 કરોડ ડિઝિટલ ટ્રાન્સેક્શન થયા છે. આ રેકોર્ડ બાદ હવે ભારતે દુનિયાના પાંચ દેશોને પાછળ રાખીને ટોપ રેંકિંગ મેળવી લીધુ છે.
શું કહે છે સરકારના ડેટા
સરકારના ડેટા કહે છે કે વર્ષ 2022માં ભારતમાં 46 ટકા ગ્લોબલ રિયલ ટાઇમ પેમેન્ટ્સ થયા છે. આ ડેટા દુનિયાના ચાર બીજા સૌથી મોટા ટ્રાન્જેક્શન કરનારા દેશો કરતા વધુ છે. ભારત ખૂબ ઝડપથી કેશલેસ અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યુ છે. ડિઝિટલ પેમેન્ટની બાબતમાં આપણે દુનિયાના તમામ દેશોને પાછળ રાખી દીધા છે.
ડિઝિટલ પેમેન્ટ ટ્રાન્જેક્શન વાળા ટોપ-5 દેશો
ભારત 89.5 મિલિયન ટ્રાન્જેક્શન
બ્રાઝિલ 29.2 મિલિયન ટ્રાન્જેક્શન
ચીન 17.6 મિલિયન ટ્રાન્જેક્શન
થાઇલેન્ડ 16.5 મિલિયન ટ્રાન્જેક્શન
સાઉથ કોરિયા 8 મિલિયન ટ્રાન્જેક્શન
આ પણ વાંચોઃ ડિહાઇડ્રેશન ખતરનાક બને તે પહેલા માત્ર બે મિનિટમાં ઘરે કરો આ ટેસ્ટ