ટ્રેન્ડિંગનેશનલવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

ભારતે પણ લોન્ચ કર્યુ સ્વદેશી એઆઈ ટૂલ હનુમાન, આપશે ChatGPTને ટક્કર

Text To Speech
  • હનુમાન પ્લેટફોર્મ કુલ 8 ભારતીય ભાષાઓને કરશે સપોર્ટ
  •  OpenAI ના ChatGPTના એઆઈ ટૂલની જેમ કામ કરે  છે ‘હનુમાન’ 
  • હનુમાન AI ટૂલને જનરેટિવ AI કંપની SML ઈન્ડિયા અને  અબુ ધાબીની 3 AI હોલ્ડિંગ કંપનીએ તૈયાર કર્યું

બેંગ્લોર, 12 મે: ભારતનું સૌથી મોટું બહુભાષી અને સસ્તું સ્વદેશી જનરેટિવ GenAI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) પ્લેટફોર્મ ‘હનુમાન’ શુક્રવારે લોન્ચ કરવામાં આવ્યું હતું. તે 12 ભારતીય ભાષાઓ સહિત 98 વૈશ્વિક ભાષાઓમાં ઉપલબ્ધ છે.  જેમાં હિન્દી, મરાઠી, ગુજરાતી, બંગાળી, કન્નડ, ઓડિયા, પંજાબી, આસામી, તમિલ, તેલુગુ, મલયાલમ અને સિંધી એમ કુલ 8 ભાષાઓનો સમાવેશ થાય છે. આ સિવાય ‘હનુમાન’ પ્લેટફોર્મ અંગ્રેજી, સ્પેનિશ, ઇટાલિયન, જર્મન, જાપાનીઝ, કોરિયન જેવી 80 અન્ય ભાષાઓને પણ સપોર્ટ કરશે.

હનુમાન AI ટૂલ વિશે

આ AI ટૂલને જનરેટિવ AI કંપની SML Indiaએ અબુ ધાબીની ઇન્વેસ્ટમેન્ટ કંપની 3 AI હોલ્ડિંગ સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવ્યું છે. આ એપ હવે ભારતમાં ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. એન્ડ્રોઇડ યુઝર્સ તેને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. તે ટૂંક સમયમાં iOS વપરાશકર્તાઓ માટે એપ સ્ટોર પર ઉપલબ્ધ થઈ જશે.જોકે, ‘હનુમાન’  પણ OpenAIના ChatGPTની જેમ જ એક એઆઈ ટૂલ છે. આ ઇન્ડિયન એઆઈ ટૂલને કોઈ પણ પ્રકારના પ્રશ્નો પુછી શકાય છે. જોકે, આ ટૂલ ChatGPT અને GOOGLE BARDની જેમ ટેક્સ્ટથી ફોટો બનાવી શકે છે નહી તેની હાલ કોઈ વિસ્તૃત માહિતી નથી.

ભારતમાં એઆઈ ઈનોવેશનના યુગને હનુમાન કરશે નેતૃત્ત્વ

SML ઇન્ડિયાના સહ-સંસ્થાપક અને CEO વિષ્ણુ વર્ધને ક્હ્યું, ભારતમાં એઆઈ ઈનોવેશનના આ નવા યુગને હનુમાન નેતૃત્ત્વ કરશે. અમારુ લક્ષ્ય એક વર્ષમાં 20 લાખ યુઝર્સને આનો ફાયદો પહોંચાડવાનો છે.તેઓએ વધુમાં જણાવ્યું કે 80% ભારતીયોને અંગ્રેજી સારી રીતે સમજાતું નથી. આ વાતને ધ્યાનમાં રાખતા હનુમાન ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. આ મુદ્દે 3 AI હોલ્ડિંગના MD અર્જુન પ્રસાદે જણાવ્યું કે હનુમાન પ્લેટફોર્મ એ સુનિશ્ચિત કરશે કે AI માત્ર અમુક લોકોના વિશેષાધિકારમાં ન રહેતા, દરેક ભારતીય માટે સરળ બની રહેશે.

આ પણ વાંચો: GOOGLEને હરિફાઈ આપવા OPENAI લોન્ચ કરશે તેનું સર્ચ એન્જિન

Back to top button