ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

Raisina Dialogue 2026: જ્યારે ઈરાને સમુદ્રમાં મદદ માટે અપીલ કરી, ત્યારે ભારત મદદ માટે આગળ આવ્યું: વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવી આખી ઘટના

રાયસીના ડાયલોગ 2026 દરમિયાન, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આંતરરાષ્ટ્રીય કાયદા, હિંદ મહાસાગરની પરિસ્થિતિ અને ઈરાની જહાજને ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવાના તાજેતરના નિર્ણય પર વિસ્તૃત વાત કરી. તેમણે જણાવ્યું કે ભારતમાં આ મામલામાં કાનૂની પાસાંઓ ઉપરાંત માનવતા પર પણ ધ્યાન આપવામાં આવ્યું. જયશંકરે કહ્યુ કે ભારતને ઈરાન તરફથી સંદેશ મળ્યો હતો કે તેનું એક જહાજ, જે તે સમયે ભારતની દરિયાઈ સરહદની નજીક હતું અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું હતુ અને તે ભારતીય બંદર પર આવવા માંગતુ હતુ.

તેમણે કહ્યું કે 1 માર્ચે ભારતે જહાજને પ્રવેશવાની પરવાનગી આપી હતી. જહાજને ભારત પહોંચવામાં થોડા દિવસો લાગ્યા અને બાદમાં તે કોચી બંદર પર રોકાયુ.

વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે તે જહાજમાં અનેક યુવા કેડેટ્સ પણ હાજર હતા. જહાજ તેના મિશન પર નીકળ્યું હતું, ત્યારે પરિસ્થિતિ સામાન્ય હતી, પરંતુ રસ્તામાં પરિસ્થિતિ પૂરી રીતે બદલાઈ ગઈ. જયશંકર અનુસાર, જહાજ ફ્લીટ રીવ્યુમાં ભાગ લેવા જઈ રહ્યુ હતુ, પરંતુ અચાનક બદલાયેલી પરિસ્થિતિઓને કારણે તે મુશ્કેલ સ્થિતિમાં ફસાઈ ગયું. વિદેશમંત્રીએ કહ્યું કે આવી જ પરિસ્થિતિ શ્રીલંકામાં પણ જોવા મળી હતી, જ્યાં ત્યાંની સરકારે પોતાનો નિર્ણય લીધો હતો અને તે મામલામાં એક જહાજ સુરક્ષિત રીતે પહોંચી શક્યું ન હતું. તેમણે ઉમેર્યું કે ભારતે સમગ્ર મામલાને માનવતાવાદી દૃષ્ટિકોણથી જોયું અને એ આધારે નિર્ણય લીધો. તેમના અનુસાર, ભારતે જે કર્યું તે યોગ્ય પગલું હતું.

જયશંકરે આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાનો ઉલ્લેખ કર્યો

જયશંકરે પોતાના ભાષણમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી કાયદાનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે તેઓ યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન લૉ ઑફ ધ સીઝ (UNCLOS) અને આંતરરાષ્ટ્રીય કાયદાનુ સમર્થન કરે છે. તેમણે સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચા પર પણ ટિપ્પણી કરી અને કહ્યું કે લોકોને હિંદ મહાસાગરની વાસ્તવિક સ્થિતિ સમજવી જરૂરી છે.

તેમણે જણાવ્યુ કે ડિએગો ગાર્સિયા લગભગ પાંચ દાયકાઓથી હિંદ મહાસાગરમાં આવેલુ એક સૈન્ય સ્થળ છે. તે સિવાય, જીબુટીમાં વિદેશી સૈન્ય બળોની હાજરી પણ આ સદીના પહેલા દાયકામાં શરૂ થઈ હતી. જયશંકરે કહ્યું કે હંબનટોટા બંદરનો વિકાસ પણ આ સમયગાળામાં થયો હતો. તેમના અનુસાર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ઘણા દેશોની હાજરી અને પ્રવૃત્તિઓ લાંબા સમયથી ચાલી રહી છે, તેથી આ ક્ષેત્રની સ્થિતિને સમજવા માટે યોગ્ય દૃષ્ટિકોણ જરૂરી છે.

આ પણ વાંચો: દુબઈના નવા ‘બાદશાહ’ બન્યા ભારતીયો, એક વર્ષમાં ખરીદી ₹95,000 કરોડની પ્રોપર્ટી

Back to top button