ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND VS SL : પાકિસ્તાન સામે શાનદાર જીત બાદ શ્રીલંકા સામે નિરાશાજનક પ્રદર્શન, ટીમ ઇન્ડિયા 213 રન પર ઓલઆઉટ

IND VS SL : એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ રહી છે ત્યારે આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

આ મેચ કોલંબોના આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ હજુ એક પણ મેચ હારી નથી.

સૌથી વધુ રન રોહિત શર્મા એ કર્યા

આ મેચમાં રોહિત શર્માએ 2 સિકસ અને 7 સિકસ સાથે 48 બોલમાં 53 રન કર્યા હતા.

ડુનિથ વેલ્લાગે એ 5 વિકેટ લીધી

આ ધમાકેદાર મેચમાં ડુનિથ વેલ્લાગેએ રોહિત શર્મા,વિરાટ કોહલી,શુભમન ગિલ,હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ સહિત 5 વિકેટ ઝડપી હતી

રોહિત શર્માએ મેળવી વધુ એક સિદ્ધિ

શ્રીલંકાના કોલંબોના આર કે પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહેલી શ્રીલંકા સામેની એશિયા કપની મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વધુ એક સિદ્ધિ મેળવી છે. રોહિત શર્માએ વનડે ઈન્ટરનેશનલમાં તેના 10,000 રન પૂરા કર્યાં છે.

આ પણ વાંચો : CWC 2023 : વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત,રોહિત શર્મા કેપ્ટન, હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટન

રોહિત શર્મા દસ હજાર રન પૂરા કરનાર છઠ્ઠો ભારતીય

આ મેચમાં રોહિત શર્મા વનડે ઈન્ટરનેશનલમાં દસ હજાર રન પૂરા કરનાર છઠ્ઠો ભારતીય બેટર બન્યો છે. રોહિતે કાસુન રાજિથાની બોલ પર સિક્સ ફટકારીને આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી .
રોહિતે 241 ઈનિંગમાં 10,000 રન પૂરા કર્યાં છે.

વિરાટ કોહલી પણ આ મામલે પહેલા નંબરે

રોહિત શર્માએ સૌથી ઝડપી 10,000 રન પુરા કરવાના મામલે રોહિતએ કોહલી પછી બીજા નંબરે આવે છે. કોહલીએ 205 ઈનિંગમાં 10 હજાર રન પૂરા કર્યાં છે. આ લિસ્ટમાં સચિન તેંડુલકર ત્રીજા નંબરે છે સચિન 259 ઈનિંગમાં 10,000 રન પૂરા કર્યાં હતા.

વનડેમાં 10 હજાર રન બનાવનાર ભારતીય બેટર

18426- સચિન તેંડુલકર
13024- વિરાટ કોહલી
11363- સૌરવ ગાંગુલી
10889- રાહુલ દ્રવિડ
10773- મહેન્દ્ર સિંહ ધોની
10000- રોહિત શર્મા

આ પણ વાંચો :  IND VS PAK : વિરાટ કોહલીના પ્લેયર ઓફ ધ મેચ સામે ગૌતમ ગંભીરે ઉઠાવ્યો વાંધો

બંને દેશની પ્લેઈંગ ઈલેવન

ભારત : રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન(વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ, જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ.

શ્રીલંકા : પથુમ નિસાંકા, દિમુથ કરુણારત્ને, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), સાદિરા સમરવિક્રમા, ચારિથ અસાલંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), ડુનિથ વેલ્લાગે, મહેશ તીક્ષ્ણા, કસુન રાજિથા અને મથીશા પથિરાના.

આ પણ વાંચો : MS Dhoni in America : અમેરિકામાં ફેન્સને મળ્યો માહી,કહ્યું : ‘મારી ચોકલેટ પાછી આપો…’

Back to top button