IND vs AUS: સતત ત્રણ ગોલ્ડન ડક્સ બાદ સૂર્યકુમાર યાદવની ODI કારકિર્દી સમાપ્ત!, જાણો કેપ્ટન રોહિતે શું કહ્યું
ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં સતત ત્રણ ગોલ્ડન ડક પર આઉટ થયા બાદ 360 ડિગ્રી બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હાલ ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં ફ્લોપ સાબિત થયો છે. જેના કારણે વર્ષ 2019 બાદ ભારત ફરી એકવાર ઘરઆંગણે કાંગારૂઓ સામે વનડે શ્રેણી 1-2થી હારી ગયું છે. હાલ ક્રિકેટ જગતમાં સૂર્યકુમાર યાદવના ખરાબ ફોર્મને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. શું સૂર્યકુમાર યાદવની વનડે કારકિર્દીનો અંત આવશે? જાણો કેપ્ટન રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવને લઈને શું નિવેદન આપ્યું છે.
ગોલ્ડન ડક હીરો
મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં ફ્લોપ સાબિત થયો છે. જેના કારણે વર્ષ 2019 બાદ ભારત ફરી એકવાર ઘરઆંગણે કાંગારૂઓ સામે વનડે શ્રેણી 1-2થી હારી ગયું છે. સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં 0 (1), 0 (1), 0 (1)નો શરમજનક સ્કોર બનાવ્યો છે. સૂર્યકુમાર યાદવને ઓસ્ટ્રેલિયા સામે સતત ત્રણ મેચમાં ગોલ્ડન ડક (ખાતું ખોલ્યા વિના પહેલા જ બોલ પર આઉટ) જેવા શરમજનક રેકોર્ડના અપમાનનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ બે મેચમાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો અને ત્રીજી મેચમાં એશ્ટન અગરે તેને બોલ્ડ કર્યો હતો.
આ પણ વાંચો : ભારતીય ક્રિકેટનો ‘અમૃતકાળ’, ક્રિકેટના ત્રણેય ફોરમેટમાં બન્યું નંબર-1
ત્રણ સારા બોલ મળ્યા
શરમજનક હાર બાદ વાત કરતા રોહિત શર્માએ કહ્યું, “તે સિરીઝમાં માત્ર ત્રણ બોલ રમ્યો હતો. મને ખબર નથી કે તમે તેમાં કેટલું જોઈ શકો છો. તેને ત્રણ સારા બોલ મળ્યા. આજે મને નથી લાગતું કે તે સારો બોલ હતો. તેણે માત્ર ખોટો શોટ પસંદ કર્યો. કદાચ તેણે આગળ આવવું જોઈતું હતું. તે સારી રીતે જાણે છે.”
સૂર્યકુમાર યાદવની ODI કારકિર્દી પૂરી થઈ!
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં ભારતીય ટીમને નંબર 4 પર એક જવાબદાર બેટ્સમેનની જરૂર હતી, પરંતુ સૂર્યકુમાર યાદવના ફ્લોપ શોના કારણે ભારતે કાંગારૂઓ સામે પોતાના ઘરઆંગણે વનડે સિરીઝ ગુમાવવી પડી હતી. ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે વનડે સિરીઝ હાર્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પોતાના એક નિવેદનથી ખળભળાટ મચાવી દીધો છે. રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવના વનડે કરિયરને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, “એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં માત્ર ત્રણ બોલ રમી શક્યો.”
આ પણ વાંચો : તિરુવનંતપુરમમાં સૂર્યકુમાર યાદવે જીત્યા ફેન્સના દિલ, જાણો- કેવી રીતે ?
સિરીઝ હાર્યા બાદ કેપ્ટન રોહિતના નિવેદનથી ખળભળાટ
કેપ્ટન રોહિત શર્માએ વધુમાં કહ્યું કે, ‘ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં સૂર્યકુમાર યાદવ ત્રણ સારા બોલ પર આઉટ થયો હતો. ત્રીજી વનડેની વાત કરીએ તો તેણે ખોટો શોટ પસંદ કર્યો હતો. સૂર્યકુમાર યાદવને આપણે પહેલાથી જ જાણીએ છીએ, તે સ્પિનર સામે સારુ બેટિંગ કરે છે. એટલા માટે અમે તેને પાછળ બચાવી રાખ્યો હતો, જેથી તે છેલ્લી 15-20 ઓવરમાં સારી રીતે બેટિંગ કરી શકે. રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવ વિશે કહ્યું, ‘આ કોઈની સાથે પણ થઈ શકે છે, પરંતુ તેની પાસે ક્વોલિટી સાથે સાથે ક્ષમતા પણ છે. બસ તે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે.’
આ પણ વાંચો : સૂર્યકુમાર યાદવે તેનાં ‘સ્કૂપ શૉટ’ વિશે કહી એવી વાત કે જેનાથી સ્તબ્ધ થઈ ગયા ખેલાડીઓ
ભારતીય ટીમને શરમનો સામનો કરવો પડ્યો
ભારતીય ટીમ ઘરઆંગણે સિરીઝ હાર્યા બાદ તેમજ સૂર્યકુમારના ગોલ્ડન ડકના કારણે ભારતીય ટીમે શરમિંદા થવું પડ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીની પ્રથમ બે મેચમાં નંબર-4 પર બેટિંગ કરવા ઉતરેલ સૂર્યકુમાર યાદવ પ્રથમ બોલ પર જ બે વખત મિચેલ સ્ટાર્કના હાથે ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. ચેન્નાઈમાં રમાયેલી ત્રીજી ODIમાં કેપ્ટન રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવને સાતમા નંબર પર બેટિંગ કરવા મેદાનમાં ઉતાર્યો હતો, પરંતુ આ મેચમાં તે લેફ્ટ આર્મ સ્પિનર એશ્ટન અગરની બોલ પર ગોલ્ડન ડક (પહેલો બોલ ખોલ્યા વિના) આઉટ થયો હતો અને પેવેલિયન ભેગો થઇ ગયો હતો. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભારતને 1-2થી હારનો સામનો કરવો પડ્યો છે.