ટ્રેન્ડિંગસ્પોર્ટસ

તિરુવનંતપુરમમાં સૂર્યકુમાર યાદવે જીત્યા ફેન્સના દિલ, જાણો- કેવી રીતે ?

Text To Speech

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે 2-1 થી T-20 સિરીઝ જીત્યા બાદ પોતાના આગામી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સજ્જ છે. ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા બાદ હવે દક્ષિણ આફ્રિકા સામે T-20 અને વન ડે સિરીઝ રમવા માટે મેદાને ઉતરશે. જેના માટે ટીમની તૈયારીઓ થઈ ગઈ છે.

Suryakumar Yadav

સાઉથ આફ્રિકા સામેની આગામી મેચ માટે સમગ્ર ભારતીય ટીમ તિરુવનંતપુરમ પહોંચી હતી. ત્યાં તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કેરળ ક્રિકેટ એસોસિયેશન અને ફેન્સ દ્વારા તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં ફેન્સે તેમના લોકલ હીરો સંજુ સેમસંગની ખોટ અનુભવી હતી, ત્યારે ભારતીય ટીમના બેટ્સમેન સુર્યકુમાર યાદવે તેમના અંદાજમાં ફેન્સનું અભિવાદન ઝીલી દિલ જીતી લીધા હતા.

સુર્યકુમાર યાદવે બસમાં બેસીને બહાર તેમનું અભિવાદન કરતા ફેન્સને પોતાના મોબાઈલમાં સંજુ સેમસંગનો ફોટો બતાવ્યો હતો. આ જોતાં જ તમામ ફેન્સ ખુશ થઈ ઉઠ્યાં હતા. IPL ટીમ રાજસ્થાન રોયલ્સે પણ આ વિડીયો પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કેપ્શનમાં ‘RR Admin since 2013’ એવું પણ લખ્યું હતું.

આગામી 28મી સપ્ટેમ્બરે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે પોતાની પહેલી T-20 તિરુવનંતપુરમ ખાતે રમશે.

Back to top button