સ્પોર્ટસ

IND vs AUS બીજી વનડે : ભારતની શરમજનક હાર માટે કોણ જવાબદાર?

ભારતીય ટીમ માટે ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડે ખૂબ જ ખરાબ રહી હતી. સૌથી વધુ બોલે હાર થઇ હતી. ઓસ્ટ્રેલિયાએ માત્ર 11 ઓવરમાં ટાર્ગેટ પૂરો કર્યો હતો એટલે કે 234 બોલ બાકી રહ્યા હતા. ત્રણ વનડેની સિરીઝમાં પ્રથમ વનડેમાં મુશ્કેલથી જીત મેળવેલ ભારતીય ટીમ આ સિરીઝમાં 1 – 1 થી બરાબર થઇ ગઈ છે. ભારત માટે આ હાર ભૂલવી ખૂબ જ કઠિન છે, કારણ કે ઘરઆંગણે થયેલી આ મોટી હાર છે.

વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલ બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની ખરાબ રીતે હાર થઇ હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા માત્ર 26 ઓવરના માત્રે 117 રન કરીને તંબુ ભેગું થઇ ગયું હતું. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર 11 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 121 રન કરી દીધા હતા. આ મેચમાં 234 બોલ બાકી રહી ગયા હતા. ભારતની આ બાકી રહેલા બોલમાં સૌથી મોટી હાર થઇ છે. પરંતુ આટલી મોટી હાર માટે જવાબદાર કોણ છે, જેનાથી ભારતને આવી શરમજનક રીતે હારવું પડ્યું હતું. આવો જાણીએ…

શુભમન ગિલ

૩ વનડેની આ સિરીઝમાં પ્રથમ બે વનડેમાં શુભમન ગિલ ખાસ પ્રદર્શન નથી કરી શક્યો. પ્રથમ વનડેમાં માત્ર 20 રન બનાવ્યા હતા જયારે બીજી વનડેમાં ખાતુ પણ ખોલાવી શક્યો ન હતો. ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે મજબૂત શરૂઆત હોવી જરૂરી છે પરંતુ શુભમન ગિલ ભારતને એ મજબૂત શરૂઆત આપી ન શક્યો. બીજી વનડેમાં શુભમન ગિલના આઉટ થયા પછી ટપોટપ બધી વિકેટ કરવા લાગી હતી.

સુર્યા કુમાર યાદવ

360 ડિગ્રી બેટ્સમેન તરીકે જાણીતા સુર્યા કુમાર યાદવ T-20માં તો ખૂબ જ સારૂ પ્રદર્શન કર્યું છે પરંતુ વનડેમાં છેલ્લી 12 મેચમાં ડબલ ડીજીટમાં પણ નથી પહોંચી શક્યો. આ સિરીઝ તેના માટે હજી ભૂલવા લાયક નથી રહી. સતત બીજી વનડેમાં સુર્યા કુમાર યાદવ મુરજાઇ ગયો છે અને બંનેમાં શૂન્ય રને આઉટ થયો છે. સુર્યા કુમાર યાદવ સતત ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. એવામાં માંગ ઉઠી રહી છે કે હવે તેના સ્થાને બીજા ખેલાડીને મોકો આપવો જોઈએ.

આ પણ વાંચો : Happy Birthday સૂર્યકુમાર યાદવ: મુંબઈની ગલીઓમાં રમતો ક્રિકેટર આજે ટીમ ઈન્ડિયાનો સ્ટાર

મિડલ ઓર્ડર ફ્લોપ

ભારતને બીજી વનડેમાં શરૂઆત ખરાબ મળી હતી પરંતુ મિડલ ઓર્ડર પણ ફ્લોપ ય્જાઈ ગયું હતું. સુર્યા કુમાર બાદ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પણ રન બનાવી ન શક્યા અને આઉટ થઇ ગયા. સુર્યા કુમાર 0 રને, હાર્દિક પંડ્યા 1 રન અને કેએલ રાહુલ 9 રન બનાવી આઉટ થઇ ગયા હતા. ત્રણેય 5 ઓવરની અંદર આઉટ થઇ ગયા હતા જયારે ભારતનો સ્કોર 49/5 હતો.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યા T20 ફોર્મેટમાં 4000થી વધુ રન અને 100થી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો

બોલરની પણ ધોલાઈ થઇ

બોલર પણ મોંઘા સાબિત થઇ અને તેમની બરાબરની ધોલાઈ કરવામાં આવી હતી. ભારતે 117 રન જ બનાવ્યા હતા ત્યારે ભારતીય બોલર પર વધારે અપેક્ષા રાખવી મુશ્કેલ હતી. પરંતુ ઓસ્ટ્રેલિયા ભારતના બોલરની બરાબરની ધોલાઈ કરી માત્ર 11 ઓવરમાં વિના વિકેટે 121 રન કરીને ટાર્ગેટ પૂરો કર્યો હતો તે દુઃખની વાત હતી. આ મેચમાં મોહમ્મદ સિરાજે ૩ ઓવરમાં 37 રન, હાર્દિક પંડ્યાએ 1 ઓવરમાં 18 રન જ્યારે કુલદિપ યાદવે 1 ઓવરમાં 12 રન આપ્યા હતા.

આ પણ વાંચો : ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં ધમકીભર્યા મેસેજ ફેલવનારોનો મોટો ખુલાસો

વિશાખાપટ્ટનમ ODI સ્કોરબોર્ડ

ભારત – 117/10, 26 ઓવર
ઓસ્ટ્રેલિયા – 121/0, 11 ઓવર

વનડેમાં ભારતની સૌથી મોટી હાર (બોલ દ્વારા)

• ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 234 બોલ, 2023
• ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 212 બોલ, 2019
• શ્રીલંકા વિરુદ્ધ 209 બોલ, 2010

Back to top button