ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND vs AUS ODI : ઓસ્ટ્રેલિયાએ બીજી વનડેમાં ભારતને 10 વિકેટે હરાવ્યું, મિશેલ સ્ટાર્કની 5 વિકેટ

Text To Speech

ઓસ્ટ્રેલિયાએ ત્રણ વનડે શ્રેણીની બીજી મેચમાં ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 26 ઓવરમાં 117 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 11 ઓવરમાં 121 રન બનાવીને મેચ જીતી લીધી હતી. વિશાખાપટ્ટનમમાં આ જીત સાથે કાંગારૂ ટીમે શ્રેણીમાં વાપસી કરી છે. તે પ્રથમ વનડે મુંબઈમાં હારી ગઈ હતી. હવે શ્રેણી 1-1થી બરાબરી પર આવી ગઈ છે. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્ક 5 વિકેટ સાથે પ્લેયર ઓફ થે મેચ બન્યો હતો. ત્રીજી અને અંતિમ મેચ 22 માર્ચે ચેન્નાઈમાં રમાશે.

ભારતની ટીમ માત્ર 117 રનમાં ઓલઆઉટ

ભારતે ઓસ્ટ્રેલિયા સામે 118 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ મિશેલ સ્ટાર્કની વેધક બોલિંગ સામે 26 ઓવરમાં 117 રનમાં સમેટાઈ ગઈ હતી. વિરાટ કોહલી 31 અને અક્ષર પટેલે 29 રન કર્યા હતા. બાકી કોઈ બેટ્સમેન સારી ઇનિંગ્સ રમી શક્યું નથી. ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં ભારતનો આ ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. અગાઉ 1981માં ભારતીય ટીમ સિડનીમાં 63 રન અને વર્ષ 2000માં સિડનીમાં જ 100 રન બનાવી શકી હતી.

આ પણ વાંચો : ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં ધમકીભર્યા મેસેજ ફેલવનારોનો મોટો ખુલાસો

ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે સૌથી ઓછો સ્કોર

ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે વનડેમાં ભારતનો આ સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2007માં ઓસ્ટ્રેલિયા સામે વડોદરામાં 148 રન બનાવ્યા હતા. બીજી તરફ ડિફેન્ડિંગની વાત કરીએ તો ભારતે વનડેમાં સૌથી ઓછા 105 રનનો બચાવ કર્યો છે. તેણે 2014માં બાંગ્લાદેશ સામે આવું કર્યું હતું. તે જ સમયે, 1985માં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે 125 રનનો બચાવ કર્યો હતો. 2006માં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે 162 રનનો બચાવ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયન બોલરો સામે ભારતીય બેટ્સમેન ધરાસાઈ

ઓસ્ટ્રેલિયા સામે ભારતીય બેટ્સમેન ધરાસાઈ થઇ ગયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ વિકેટ મિશેલ સ્ટાર્કે 5 વિકેટ લીધી હતી જયારે એબોટ ૩ વિકેટ અને નાથન એલીસે 2 વિકેટ ઝડપી હતી. જેની સામે ભારતીય ટીમ માત્ર 117માં તંબુ ભેગું થઇ ગયું હતું.

આ પણ વાંચો : WPL-2023 : એવા મહિલા ક્રિકેટરની સંઘર્ષમય ગાથા જેમણે ઈંટથી વર્કઆઉટ કર્યું ! ક્રિકેટની જીદ્દ…

ઓસ્ટ્રેલિયાની 10 વિકેટે જીત

ઓસ્ટ્રેલિયા દ્વારા વેધક બોલિંગ કરી ભારતને 117માં ધરાસાઈ કર્યા બાદ ઓસ્ટ્રેલિયા બેટિંગ કરવા ઉતરી જેમાં ઓસ્ટ્રેલિયા એ એક પણ વિકેટ ગુમાવ્યા વિના માત્ર 11 ઓવરમાં જ 121 બનાવી જીત મેળવી હતી. જેમાં મિશેલ માર્શે 66 રન અને ટ્રેવિસ હેડે 51 રન કર્યા હતા

Back to top button