રાજ્યમાં એક તરફ ડબલ ઋતુનો ચાલી રહી છે તો બીજી તરફ વાયરલ ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં તાવ-ઉધરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિતની જગ્યાઓ પર વાયરલ ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યાના કેસો સતત વધતા જાય છે. રોજના સરેરાશ 3500 કરતા વધુ દર્દીઓ સારવાર લેવા માટે સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે. ડૉક્ટર દ્વારા વાયરલ ઈન્ફેક્શનમાં તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.
રોજના લગભગ 3800 કેસ નોંધાય છે
અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી આ સંદર્ભે વાત કરતા જણાવ્યું કે, રોજના સિવિલ હોસ્પિટલમાં સરેરાશ 3800 કેસોની ઓપીડી હોય છે એટલે 10 દિવસના આંકડા ગણીએ તો 38000થી ઉપર જાય છે. શનિવાર-રવિવારના સરેરાશ કેસો 3400-3500 હોય છે. જેમાં ખાસ કરીને વાયરલ ઈન્ફેક્શનના કેસોની સંખ્યા વધુ હોય છે. હાલની ઋતુ પ્રમાણે સમાન્ય રીતે તાવ અને શરદી-ઉધરસના કેસો વધુ હોય છે.
આ પણ વાંચો : તાવ-ઉધરસના વધતા કેસ બાબતે એઈમ્સના ડોકટરે આવું કહ્યું
ધુમાં જણાવે છે કે, હાલની સ્થિતિ પ્રમાણે H1N1, કોવિડ અને વાયરલ ઈન્ફેક્શન ત્રણેના લક્ષણો એક સમાન લાગે છે. પરંતુ આવામાં શરદી-ઉધરસ થોડો લાંબો સમય ચાલતી હોય છે. જેની શરુઆત હાઈગ્રેડ ફીવરથી થતી હોય છે. આવા કિસ્સામાં એન્ટી બાયોટિક આપવાની જરુર રહેતી નથી. વાયરલ ઈન્ફેક્શન સામે શરીર લડી શકે છે આવામાં બીજા ઈન્ફેક્શન ના લાગે તો જ એન્ટી-બાયોટિક આપવાની જરુર રહેતી હોય છે.
આ પણ વાંચો : સાવધાન : દેશભરમાં ‘H3N2’ ફ્લૂનો હાહાકાર, હળવાશથી ન લેતા, કોરોનાની જેમ જ…
સામાન્ય તાવ સમજી એન્ટી-બાયોટિક ન લેવા સલાહ
ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે હાલમાં H1N1,કોવિડ અને વાયરલ ઈન્ફેક્શનના લક્ષણો સમાન જોવા મળી રહ્યા છે. એકબાજુ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે દર્દીઓએ સામાન્ય તાવ સમજી આવા કિસ્સામાં એન્ટી-બાયોટિક લેવાની ઉતાવળ કરવી જોઈએ નહી. કારણ કે તેની શરુઆત હાઈગ્રેડ ફીવરથી થાય છે. તેથી વાઈરલ ઈન્ફેક્શન સામે રક્ષણ આપી શકે નહી. અત્યારના સમયમાં શરદી-ખાસીમાં તાત્કાલિક ડૉક્ટરની સલાહ લઈને સારવાર લેવી જોઈએ..
આ પણ વાંચો : દેશભરમાં તાવ અને ઉધરસનું ચલણ વધ્યું, ઝડપથી ફેલાઈ રહ્યો છે H3N2 વાયરસ, ICMR એ જાહેર કરી ગાઇડલાઇન
બદલાયેલ હવામાનની અસર
તાજેતરમાં બેવડી ઋતુ ચાલી રહી છે એટલેક કે બપોરે ગરમી અને રાતના સમયે ઠંડું વાતાવરણ થવાથી તેની અસર બાળકો અને વૃદ્ધો પર વધારે અસર થાય છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા હીટવેવની સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. હોળીના તહેવાર દરમિયાન પણ રાજ્યના હવામાનમાં પલટો આવ્યો હતો. ત્યારે આવા બદલાયેલા હવામાનથી સાવચેત રહેવું જોઈએ. આવું હવામાન કેટલા સમય ચાલશે અને હજુ કેટલા કેસ વધશે એતો આવનાર સમય જ બતાવી શકશે.