ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

કોરોના ફરી ડરાવે તે પહેલા જ ડાયટમાં વધારો આ વસ્તુઓનું સેવન

  • દેશભરમાં કોરોના JN.1ના નવા પ્રકારના કેસ જોવા મળી રહ્યા છે. હવે લોકોમાં ડર વધવા લાગ્યો છે. રાજધાનીમાં દરરોજ પાંચથી સાત કોરોના કેસ નોંધાઈ રહ્યા છે.

કોરોના કાળને કોણ ભુલી શકે. કદી ન જોયો હોવ તેવો સમય અનેક લોકોએ જોયે છે અને ભોગવ્યો છે. કાળમુખા કોરોનાએ હજારો જિંદગીઓ છીનવી લીધી હતી. દરેક વ્યક્તિ આ ડરના ઓથાર હેઠળ જીવી રહી હતી. કોરોનાએ વિદાય લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ ફરી એક વાર આ મહામારી દુનિયાને પરેશાન કરી રહી છે. દેશભરમાં કોરોના JN.1ના નવા પ્રકારના કેસ જોવા મળી રહ્યા છે. હવે લોકોમાં ડર વધવા લાગ્યો છે. રાજધાનીમાં દરરોજ પાંચથી સાત કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. ધીમે ધીમે દરેક રાજ્યમાં કોરોના વધી રહ્યો છે.

કોરોનાનો ફરી ડરાવે તે પહેલા જ ડાયટમાં વધારો આ વસ્તુઓનું સેવન hum dekhenge news

કોરોનાથી થતા મૃત્યુના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણના રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે જો કોરોના ફરી વધે તો લોકોએ તેમના આહાર પર ધ્યાન આપવું જોઈએ. કોરોના નબળી રોગપ્રતિકારક શક્તિને વધુ ઝડપથી અસર કરે છે અને તેથી જ ડોક્ટરો તંદુરસ્ત રહેવાની અને ઈમ્યુનિટી બુસ્ટ કરવાની સલાહ આપી રહ્યા છે. આ માટે તમારે ડાયટમાં કેટલીક વસ્તુઓનું સેવન અત્યારથી જ શરુ કરી દેવું પડશે.

કોરોનાનો ફરી ડરાવે તે પહેલા જ ડાયટમાં વધારો આ વસ્તુઓનું સેવન hum dekhenge news
કોરોનાથી બચવા માટે આહારમાં કરો આ ફેરફારો

કોરોના સામે રક્ષણ માટે સંતુલિત અને આરોગ્યપ્રદ આહાર જરૂરી છે. કોરોના એ લોકો પર ઝડપથી હુમલો કરે છે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. આવી સ્થિતિમાં, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવતો ખોરાક શરૂ કરી દેવો જોઈએ. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે એવા ખોરાકની જરૂર છે જે શરીરને પોષણ તો આપે જ છે, પરંતુ શરીરને અંદરથી મજબૂત બનાવે.

  • કોરોના સામે લડવા માટે આહારમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન બી12, વિટામિન સી અને વિટામિન ઈની ખાસ જરૂર પડે છે. તમારા ડેઈલી આહારમાં ફળો, ડ્રાયફ્રૂટ્સ અને દૂધનું સેવન કરો.
  • કોરોના સામે લડવા માટે પણ શરીરને પ્રોટીનની જરૂર પડે છે. પ્રોટીન ડાયટમાં દાળ, પનીર, કઠોળને મહત્ત્વ આપો.
  • જો તમને આયર્ન બૂસ્ટર ડાયટ જોઈએ છે તો તમે તમારા આહારમાં પાલક, બીટરૂટ, કેળ, બ્રોકોલીનું સેવન કરી શકો છો. જો તમે વેજીટેરિયન છો તો તમારા આહારમાં ગ્રીન અને પ્લાન્ટ બેઝ્ડ શાકભાજી ઉમેરો. અન્ય શાકભાજી પણ ખાવ.
  • કોરોનાના સમયગાળા દરમિયાન, લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઉકાળાનું મહત્વ જાણવા મળ્યું છે. આવી સ્થિતિમાં તમે આદુ અને તુલસીના પાનનો ઉકાળો બનાવીને પી શકો છો. તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે અને ગળાના ઈન્ફેક્શનને અટકાવશે.

કોરોનાનો ફરી ડરાવે તે પહેલા જ ડાયટમાં વધારો આ વસ્તુઓનું સેવન hum dekhenge news

લાઈફસ્ટાઈલમાં કરો આ ફેરફાર

આ વાતાવરણમાં તમારે તમારા આહારની સાથે તમારી જીવનશૈલીમાં પણ ફેરફાર કરવાની જરૂર છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. ભીડભાડવાળી જગ્યાએ જાવ ત્યારે માસ્ક પહેરો. બહારથી ઘરે આવ્યા બાદ હાથને સાબુથી ધુઓ. હાઈજિનની જે આદતો આપણે અગાઉ કોરોના કાળમાં પાડી હતી તે ફરી અમલમાં મુકો.

આ પણ વાંચોઃ સલમાન, રિતિક અને ટાઈગરને ગુટખા કંપનીનો પ્રચાર કરવા બદલ લીગલ નોટિસ

Back to top button