કાનપુરમાં આવકવેરાના દરોડા 5 દિવસ સુધી ચાલ્યા, 300 અધિકારીએ 95 કલાક સુધી કરી તપાસ
- કાનપુરમાં બુલિયન ટ્રેડર્સ અને રિયલ એસ્ટેટ ગ્રૂપ પર આવકવેરાના દરોડા.
- કાનપુરમાં કુલ 17 સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા.
- ITના દરોડા દરમિયાન અધિકારીઓએ 70 કિલો સોનું અને ચાંદી સાથે 25 કરોડની રોકડ ઝડ્પી.
યુપી: કાનપુરમાં બુલિયન, જ્વેલરી અને રિયલ એસ્ટેટના વેપારીઓની સંસ્થાઓમાં ચાર દિવસ સુધી ચાલેલા આવકવેરા વિભાગ (IT)ના દરોડા સોમવારે મોડી રાત્રે સમાપ્ત થયા. 95 કલાકના દરોડામાં 300 અધિકારીએ 600 કરોડના નકલી વ્યવહારો ઝડપ્યા છે. જ્વેલર્સના પરિસરમાં દરોડા દરમિયાન 25 કરોડ રૂપિયાની રોકડ અને લગભગ 70 કિલો સોનું અને ચાંદી જપ્ત કરવામાં આવી છે.
કાનપુરમાં બુલિયન ટ્રેડર્સ અને રિયલ એસ્ટેટ ગ્રૂપ પર આવકવેરાના દરોડા 5 દિવસ સુધી ચાલ્યા. આ દરોડા કાનપુરમાં જ 17 જગ્યાએ અને દેશભરમાં 55 સ્થળોએ પડ્યા હતા. સોમવારે મોડી રાત્રે ઈન્કમટેક્સના દરોડાની કાર્યવાહી પૂર્ણ થઈ હતી. આ દરોડામાં અધિકારીઓએ 16 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. તેમને બિરહાના રોડ પર એક બંધ દુકાનમાં મોટી રકમની રોકડ હોવાની માહિતી મળી હતી. સોમવારે સાંજે ટીમ ત્યાં પહોંચી, શટર ખોલીને તપાસ કરવામાં આવી તો કપડાની થેલીમાં 9 કરોડ રોકડા મળ્યા હતા. એ જ રીતે ટીમે મંગળવારે સવાર સુધીમાં લગભગ 25 કરોડની રોકડ જપ્ત કરી છે. IT અધિકારીનો દાવો છે કે યુપીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા સૌથી મોટી કાર્યવાહી થાય છે.
કાનપુરમાં કુલ 17 સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા
આઈટી સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમે 50થી વધુ બેનામી પ્રોપર્ટીના દસ્તાવેજો જપ્ત કર્યા છે તેમજ 100 કરોડની કરચોરી શોધી કાઢવામાં આવી છે. ધંધાર્થીઓના વ્હાઇટ કોલર એસોસિયેટ્સને પણ ખબર પડી છે. એ પૈકીના કેટલાક ધંધાર્થીઓને બોલાવીને પૂછપરછ પણ કરવામાં આવી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કાનપુરમાં કુલ 17 સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યારે આઈટી ટીમોએ દેશમાં 55થી વધુ સંસ્થાઓ પર કાર્યવાહી કરી છે.
કરોડોના વ્યવહારમાં ITએ કરચોરી પકડી
કાનપુરમાં કૈલાસ નાથ અગ્રવાલની રાધા મોહન પુરુષોત્તમ દાસ જ્વેલર્સ પ્રાઈવેટ લિમિટેડ અને અમરનાથ અગ્રવાલની રાધા મોહન પુરુષોત્તમ દાસ જ્વેલર્સનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1700 કરોડ છે. આવકવેરા અધિકારીઓ આ વ્યવહારમાં કરચોરીની તપાસ કરી રહ્યા હતા. એના તાર એમરાલ્ડના પ્રમોટર સંજીવ ઝુનઝુનવાલા, ચાંદીના વેપારી મુન્ના જાખોડિયા અને સૌરભ વાજપેયી સાથે જોડાયેલા હતા, તેથી જ આવકવેરા વિભાગે એકસાથે તમામ સંસ્થાઓ પર દરોડા પાડ્યા હતા.
આ પણ વાંચો: સંસ્કારી નગરીની MS યુનિવર્સિટી બની અખાડાનું મેદાન, બે જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી
આવકવેરા અધિકારીઓને કરચોરીની લિંક મળી હતી. આ દરોડામાં લગભગ 100 કરોડની કરચોરી ઝડપાઈ છે. એવા દસ્તાવેજો મળી આવ્યા છે, જે દર્શાવે છે કે બિઝનેસમેન બેનામી પ્રોપર્ટીમાં કાળાં નાણાં ખર્ચી રહ્યા હતા. વેપારીઓએ રિયલ એસ્ટેટ ડીલર મારફત મોટી સંખ્યામાં ફ્લેટ ખરીદ્યા હતા.
કાનપુરમાં બુલિયન ટ્રેડર્સ અને રિયલ એસ્ટેટ ગ્રૂપ પર આવકવેરાના દરોડા 5 દિવસ સુધી ચાલ્યા. આ દરોડા કાનપુરમાં જ 17 જગ્યાએ અને દેશભરમાં 55 સ્થળોએ પડ્યા હતા. સોમવારે મોડી રાત્રે ઈન્કમટેક્સના દરોડાની કાર્યવાહી પૂર્ણ થઈ હતી.
આ પણ વાંચો: બનાસકાંઠા: અમીરગઢ પોલીસને કારમાંથી મળેલા રૂ. 79 લાખ આંગડીયા પેઢીના, પુરાવા રજૂ કરતાં કાર ચાલકને જવા દેવાયો