ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ભરૂચમાં ઈન્ચાર્જ આચાર્ય રૂ.૩૧,૦૦૦ની લાંચ લેતા ઝડપાયો

ભરૂચ, તા. 13 ઓગસ્ટ, 2025: લાંચ લેતા ઇસમો સામે એસીબી સતત કામગીરી કરતું હોવા છતાં કેટલાક ઇસમો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ભરૂચ જિલ્લામાં ઈન્ચાર્જ આચાર્ય રૂ.૩૧,૦૦૦ની લાંચ લેતા ઝડપાયો હતો.

આ કામના ફરિયાદી પોતે ઈકો ગાડી ફેરવતા હોવાથી આરોપી કલ્પેશકુમાર બચુભાઈ પટેલ, ઇન્ચાર્જ આચાર્ય માધ્યમિક શાળા સરસાડ, તાલુકો- ઝઘડિયા, જિલ્લા- ભરૂચે તેમની શાળાના બાળકોને લાવવા લઈ જવા માટે શાળા પરિવહન યોજના હેઠળ ગાડી ફેરવવા માટે ફરિયાદીને રાખેલા હતા. આ યોજના હેઠળ પાસ કરવાના થતા બીલોમાંથી એક મહિનાના બિલના રૂ.3,000 લેખે કમિશન પેટે આપવા જણાવ્યું હતું.

જેમાં ફરિયાદીના ચાલુ વર્ષના ત્રણ મહિનાના રૂ.9,000 તેમજ અન્ય એક સાહેદના સને 2024 ના મારુતિ વાનના રૂપિયા 13,000 અને સને 2025 ના ત્રણ મહિનાના રૂ. 9000 એમ કુલ રૂપિયા 31,000 ની ફરિયાદી પાસે લાંચની માગણી કરી હતી, જે લાંચ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરતા આજ રોજ લાંચના છટકા દરમ્યાન ફરિયાદી સાથે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરીને લાંચના નાણાં સરકારી માધ્યમિક શાળા ગામ સરસાડના કમ્પાઉન્ડમાં તાલુકો- ઝઘડિયા, જિલ્લા- ભરૂચમાં સ્વીકારતા ઝડપાઇ ગયા હતા.આરોપીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ટ્રેપનું સ્થળ: સરકારી માધ્યમિક શાળા ગામ સરસાડ ના કમ્પાઉન્ડમાં. તાલુકો- ઝઘડિયા, જિલ્લા- ભરૂચ.

આ પણ વાંચોઃ રાજ્યમાં 217 નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)ની બદલી

Back to top button