ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

એક જ અઠવાડિયામાં મેટા-માલિકીનાં બે મોટાં સોશિયલ મીડિયા પ્લેટર્ફોમનાં સર્વર થયાં ડાઉન !

હજી થોડાં દિવસ પહેલાં જ ઘણાં યુઝર્સે મેટા-માલિકીનાં WhatsApp ડાઉનની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો,ત્યારે સોમવારે સાંજે કેટલાંક યુઝર્સે Instagram ડાઉન થયાની ફરીયાદ કરી હતી. યુઝર્સનું કહેવું છે કે સોમવારે સાંજે તેમને એકાઉન્ટ્સ ઍક્સેસ કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી હતી. હવે એક જ અઠવાડિયામાં મેટા-માલિકીની બે મોટી કંપનીનાં સર્વર ડાઉન થવાં એ કંપની સામે પ્રશ્નો ઊભા કરે છે.

આ પણ વાંચો : દુનિયાના 25 કરોડથી વધુ લોકોએ ગૂગલ પર “મોરબી” દુર્ઘટનાની માહિતી મેળવી

ઘણા યુએસ અને યુરોપિયન યુઝર્સ માટે એપ્લિકેશને કામ કરવાનું બંધ કરી દીધું હતું. યુઝર્સે જાણ કરી કે તેમને એક મેસેજ મળ્યો છે કે તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકોએ આ ફરિયાદ કરી છે કે તેમનું એકાઉન્ટ લોક થઈ ગયું છે. ભારતમાં પણ કેટલાક યુઝર્સ તરફથી આવી ફરિયાદો સામે આવી હતી.

Social Media - Hum Dekhenge News
Instagram Down

સોમવારે સાંજે Instagram થયું હતું ડાઉન

અન્ય મેટા ગ્રૂપ એન્ટિટી, વોટ્સએપને વૈશ્વિક આઉટેજનો સામનો કરવો પડ્યો હતો. કેટલાકે યુઝર્સના જણાવ્યા મુજબ તેમના ફોલોઅર્સની સંખ્યામાં ઘટાડો થયો હતો તો કેટલાક યુઝર્સનું કેહવું છે કે તેમનાં એકાઉન્ટ્સ લૉક કરવામાં આવ્યા હતા. યુઝર્સના જણાવ્યા મુજબ, તેઓ ઈન્સ્ટાગ્રામ પર ઓનલાઈન થઈ શકતા ન હતા. તેના બદલે તેને મેસેજ મળી રહ્યો હતો કે તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. મેસેજમાં એવું પણ લખવામાં આવ્યું છે કે યુઝર્સે એપના નિયમો તોડ્યા છે અને હવે તેઓ તેનો ઉપયોગ કરી શકશે નહીં. શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટમાં, Instagram પર એક સંદેશ મોકલવામાં આવ્યો હતો કે તમારું એકાઉન્ટ 31 ઓક્ટોબર 2022 ના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

Instagram Commsએ કરી હતી ટ્વિટ 

આ માટે મેટા ગ્રૂપે કહ્યું હતું કે આ સમસ્યા ટેકનિકલ સમસ્યા હોય તેવું લાગે છે, એકાઉન્ટ્સ પર હંમેશા માટે પ્રતિબંધ નથી. ઘણા યુઝર્સ સાથે આવું નથી થયું. આ માટે Instagram Commsએ ટ્વિટ કર્યું હતું કે,”અમે જાણીએ છીએ કે તમારામાંથી કેટલાકને તમારા Instagram એકાઉન્ટને ઍક્સેસ કરવામાં સમસ્યા આવી રહી છે. અમે તેની તપાસ કરી રહ્યા છીએ અને અસુવિધા માટે માફી માંગીએ છીએ,” અને સર્વર ડાઉન બાદ થોડા સમય પછી ઇન્સ્ટાગ્રામમાં સમસ્યા પણ ઠીક થઈ ગઈ હતી.

આ સિવાય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આઉટેજ અંગે રિપોર્ટ પણ માંગ્યો હતો. મંત્રાલયે મેસેજિંગ પ્લેટફોર્મને તેની નોડલ એજન્સી ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) ને તેનો રિપોર્ટ સબમિટ કરવા કહ્યું હતું. Instagram  ડાઉન એક સંભવિત સાયબર ઘટના હતી જે આઉટેજનું કારણ બની હતી.

મંગળવારે Whatsapp થયું હતું બંધ

આ પહેલા ગયા અઠવાડિયે મંગળવારે ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ Whatsapp (વોટ્સએપ ડાઉન)ની સેવાઓ લગભગ દોઢ કલાક માટે બંધ રહી હતી. પરંતુ તે પછી તે ફરીથી શરૂ થઈ ગઈ હતી. ખામીની જાણ થતાં જ આ મામલે Whatsapp યુઝર્સ દ્વારા ટ્વિટર અને ફેસબુક પર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઇન્સ્ટાગ્રામે એક ટ્વીટમાં કહ્યું કે તેણે સમસ્યા શોધી કાઢી છે – પરંતુ સસ્પેન્શન બગ હતું કે બીજું કંઈક હતું તે જણાવ્યું નથી.

સોશિયલ મીડિયાના આ યુગમાં કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ માટે આ પ્લેટફોર્મો જીવનનો એક ભાગ બની ગયાં છે અને આ પ્લેટફોર્મ વગર આપણાં બધા કામ અટકાય જાય છે, ત્યારે વારંવાર આવી સમસ્યા આવતા યુઝર્સ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવે સવાલો એ ઊભા થાય છે કે શું સમસ્યાનું નિરાકરણ સર્વર ડાઉન થયા પછી કેટલી વારમાં તેને પુનઃસ્થાપિત કરવામાં આવશે ? અને આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે ?

Back to top button