T-20 વર્લ્ડ કપટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IND VS PAKની ચાલુ મેચમાં મેદાન પરથી એક વિમાન પસાર થયું અને…

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 10 જૂન, અમેરિકાના નાસાઉમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડ કપ મેચ દરમિયાન ‘ઈમરાન ખાનને મુક્ત કરો’ના સંદેશ સાથે એક વિમાન ઉપરથી ઉડતું જોવા મળ્યું હતું. ICC મેચ દરમિયાન મેદાન પર રાજકીય સંદેશાઓ પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ હવામાં આવા સંદેશાઓ પર કોઈ પ્રતિબંધ નથી. મેચની શરૂઆત પહેલા પાકિસ્તાનનું રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું ત્યારે આ વિમાને ઉડાન ભરી હતી. વિમાન કોણે ઉડાડ્યું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી.

ઈમરાન ખાન અદિયાલા જેલમાં છે બંધ 

જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિનો પડઘો અમેરિકામાં પણ સંભળાઈ રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી T20 વર્લ્ડ કપની મેચ દરમિયાન, એક વિમાન સ્ટેડિયમની ઉપર ઉડતું જોવા મળ્યું હતું. આ એરક્રાફ્ટ પર ઈમરાન ખાનને છોડવાનો મેસેજ લખવામાં આવ્યો હતો. જેનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે આ વિડિયોમાં ‘ઈમરાન ખાનને રિલીઝ કરો’નો સંદેશ લઈ જતું વિમાન ન્યુયોર્કના નાસાઉ પર જોવા મળ્યું હતું. આ સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન સામે રમી રહ્યું હતું. 71 વર્ષીય ઈમરાન ખાનને ગયા વર્ષે સપ્ટેમ્બરથી રાવલપિંડીની હાઈ સિક્યોરિટી અદિયાલા જેલમાં રાખવામાં આવ્યા છે.

લાંબા સમયથી જેલમાં છે ઈમરાન ખાન

ફેબ્રુઆરીથી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સંસ્થાપક અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અદિયાલા જેલમાં બંધ છે. 15 મેના રોજ, ઇમરાન ખાનને લોંગ માર્ચ અને કલમ 144ના ઉલ્લંઘન સહિત 9 મેની ઘટનાઓ સાથે સંબંધિત બે વધારાના કેસોમાં આરોપોમાંથી પણ મુક્ત કરવામાં આવ્યા હતા. ઈમરાન ખાનની ધરપકડ બાદ, મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને પીટીઆઈ કાર્યકરોએ જિન્નાહ હાઉસ, મિયાંવાલી એરબેઝ અને ફૈસલાબાદમાં આઈએસઆઈ બિલ્ડિંગ સહિત અનેક લશ્કરી સ્થાપનોને નિશાન બનાવ્યા અને તોડફોડ કરી. પહેલીવાર રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર પર પણ ટોળાએ હુમલો કર્યો હતો.

આ પણ વાંચો..IND vs PAK: બુમરાહ-પંડ્યાનો ચાલ્યો જાદુ! ભારતીય ટીમે પાકિસ્તાનને રોમાંચક મેચમાં હરાવ્યું

Back to top button