ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

ઈમરાન ખાનનો જેલનો કથિત વીડિયો વાયરલ, જૂઓ

Text To Speech
  • આ ઈમરાન ખાનનો વીડિયો છે, જે હાલ જેલમાં બંધ છે: યુઝર 

પાકિસ્તાન, 15 મે: સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયો જેલમાં રહેલા ઇમરાન ખાનનો ખાનનો હોવાનું લોકો કહી રહ્યા છે. લોકોના કહેવા મુજબ, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન જેલમાં રહીને વૃદ્ધ થઈ ગયા હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. વીડિયો શેર કરતી વખતે યુઝરે એવો દાવો કર્યો છે કે, આ ઈમરાન ખાનનો વીડિયો છે, જે હાલ જેલમાં બંધ છે. HD ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

આ વાયરલ પોસ્ટમાં શું છે?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર આરિફ અજાકીયા દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેને આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, “પહેચાન કોણ? તે પાકિસ્તાનની જેલમાં છે.”  જેના પરથી લોકો તેને પાકિસ્તાન ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનનો વીડિયો હોવાનું કહી રહ્યા છે. આ કથિત વીડિયોમાં ઇમરાન ખાન જેલમાં દેખાઈ રહ્યા છે. જેલમાં એક સોફા પર બેસીને ઇમરાન ખાન  બે અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. ઇમરાન ખાન આ વીડિયોમાં વૃદ્ધ પણ દેખાઈ રહ્યા છે.

આ પણ જુઓ: 370 હટાવ્યા બાદ બદલાયેલા કાશ્મીરને તેઓ પણ જોઈ રહ્યા છે: PoK વિવાદ પર જયશંકર

Back to top button