ટ્રેન્ડિંગમનોરંજન

ઈંદોરમાં ટ્રાફિક સિગ્નલ પર ડાન્સ કરીને ફેમસ થયેલી શ્રેયા કાલરા હવે OTT પર!

Text To Speech
  • ટ્રાફિક સિગ્નલ પર ડાન્સનો વીડિયો વાયરલ થયા બાદ શ્રેયા કાલરા ટ્રોલિંગનો શિકાર બની હતી, પરંતુ હવે શ્રેયા બોલિવૂડમાં પ્રવેશી ચૂકી છે અને ટૂંક સમયમાં તે OTT પ્લેટફોર્મ પર જોવા મળશે

17 જૂન, ભોપાલઃ ઈન્દોરના ટ્રાફિક સિગ્નલ પર ડાન્સ કરનારી મોડલ શ્રેયા કાલરાને આજે દરેક વ્યક્તિ જાણે છે. શ્રેયા 2021માં સોશિયલ મીડિયા પર જબરજસ્ત વાયરલ થઈ હતી. ઈન્દોરના ટ્રાફિક સિગ્નલ પર ડાન્સ કર્યા બાદ શ્રેયાની મુસીબતો વધી ગઈ. જો કે આ વીડિયો વાયરલ થયા બાદ તે ટ્રોલિંગનો પણ શિકાર બની હતી, પરંતુ શ્રેયા કાલરા હવે બોલિવૂડમાં પ્રવેશી ચૂકી છે અને ટૂંક સમયમાં તે OTT પ્લેટફોર્મ પર જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Shreya kalra (@shreyakalraa)

શ્રેયાએ ‘રોડીઝ’થી કરી હતી શરૂઆત

શ્રેયાએ 2020માં ‘રોડીઝ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી . જેમાં હામિદ, માઈકલ અને અમન પણ સામેલ હતા, પરંતુ શ્રેયા ફિનાલે એપિસોડ પહેલા જ બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ તેણે ઘણા મ્યુઝિક વીડિયો કર્યા અને હવે તે એક OTT સિરીઝનો પણ ભાગ બની ગઈ છે. જે ટૂંક સમયમાં જોવા મળશે. શ્રેયાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ ક્ષેત્રમાં આવવા માટે ઘણી મહેનતની જરૂર છે, પરંતુ સમય જતાં તમને ચોક્કસ પરિણામ મળશે. શ્રેયા કાલરા ક્યાંયથી એક્ટિંગ શીખી નથી. જિંદગીએ જ તેને ઘણી બધી વસ્તુઓ શીખવી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya kalra (@shreyakalraa)

શ્રેયાને થયો તેની ભૂલનો અહેસાસ

ઈંદોરના રેડ સિગ્નલ પર ડાન્સ કરીને વાયરલ થયા બાદ શ્રેયાને આગળ વધવાનો મોકો મળ્યો છે. આ વાતને શ્રેયા યોગ્ય માનતી નથી. તે કહે છે કે મેં ભૂલ કરી હતી, પરંતુ આજે જ્યાં છું ત્યાં મારી મહેનતના કારણે છું. મોડલ શ્રેયા કાલરાનો વીડિયો વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસે કલમ 290 હેઠળ કેસ કર્યો હતો, ત્યારબાદ તેણે પોતાની માતા સાથે ટ્રાફિક પોલીસ સ્ટેશન જઈને માફી માંગી હતી. તે સમયે શ્રેયાએ કહ્યું હતું કે તેણે ઝિબ્રા ક્રોસિંગ પર લોકોને ટ્રાફિકના નિયમોને સમજાવવા અને કોરોનાને લઈને જાગૃત કરવા માટે ડાન્સ કર્યો હતો.

આ પણ વાંચોઃ બકરી ઈદ પર વેજિટેરિયન્સ વિરુદ્ધ ભડાસ કાઢી સ્વરાએ, અભિનેત્રી થઈ ટ્રોલ

Back to top button