ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તો ED મની લોન્ડરિંગ કેસમાં આરોપીની ધરપકડ કરી શકે નહીં: સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી

Text To Speech
  • મજબૂત કારણો હશે ત્યારે જ કોર્ટ આરોપીની કસ્ટડી EDને આપશે: SC

નવી દિલ્હી, 16 મે: સુપ્રીમ કોર્ટે આજે ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની સત્તા પર નિયંત્રણ મૂક્યા છે. EDને લઈને SCએ મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે.  સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જો સ્પેશિયલ કોર્ટે ફરિયાદ પર સંજ્ઞાન લઈ લીધું હોય, તો તપાસ એજન્સી ED PMLA એટલે કે મની લોન્ડરિંગની જોગવાઈઓ હેઠળ આરોપીની ધરપકડ કરી શકે નહીં. જો મની લોન્ડરિંગ કેસમાં કોઈ આરોપીની EDએ તપાસ દરમિયાન ધરપકડ કરી નથી અને PMLA કોર્ટ ચાર્જશીટની નોંધ લઈને સમન્સ જારી કરે છે, તો પછી આરોપીને કોર્ટમાં હાજર કર્યા બાદ PMLA હેઠળ જામીનની બેવડી શરત પૂરી કરવાની જરૂર રહેશે નહીં.

સુપ્રીમ કોર્ટે આ મામલે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આવી સ્થિતિમાં જો ED એ આરોપીની કસ્ટડી ઈચ્છે છે, તો તપાસ એજન્સીએ કોર્ટ પાસે જ કસ્ટડીની માગણી કરવી પડશે. જ્યારે એજન્સી પાસે તપાસની જરૂરિયાત સાબિત કરવા માટે મજબૂત કારણો હશે ત્યારે જ કોર્ટ આરોપીની કસ્ટડી EDને આપશે. મહત્ત્વપૂર્ણ છે કે, પીએમએલએમાં જામીનની બેવડી શરતની જોગવાઈ છે, જેના કારણે આરોપીઓને જામીન મળવા મુશ્કેલ છે.

જસ્ટિસ અભય એસ. ઓકાયા અને જસ્ટિસ ઉજ્જલ ભૂયણની બેંચે કહ્યું કે, ‘જો આરોપી સમન્સ (કોર્ટ દ્વારા જારી કરાયેલા) દ્વારા સ્પેશિયલ કોર્ટમાં હાજર થાય છે, તો એવું માની શકાય નહીં કે કોર્ટમાં હાજર થયેલા આરોપી તે કસ્ટડીમાં છે. સમન્સ પછી જામીન માટે અરજી કરવાની જરૂર નથી અને આમ PMLAની કલમ 45 ની બે જોગવાઈઓ તેને લાગુ પડતી નથી.

આ પં જુઓ: કોવિશિલ્ડની જેમ કોવેક્સિનની પણ આડઅસર આવી સામે, યુવાન છોકરીઓ સૌથી વધુ અસરગ્રસ્ત

Back to top button