ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ED દ્વારા ઝારખંડના મંત્રી આલમગીર આલમની લાંબી પૂછપરછ બાદ ધરપકડ

Text To Speech

રાંચી, 15 મે : EDએ ઝારખંડના મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આલમગીરની ધરપકડ કરી છે. આજે સવારથી રાંચીમાં ED ઓફિસમાં મંત્રીની પૂછપરછ કરવામાં આવી રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે 10 કલાકથી વધુ ચાલેલી પૂછપરછ બાદ આલમગીરની ધરપકડ કરવામાં આવી હતી. ED પહેલા જ મંત્રીના ખાનગી સચિવ સંજીવ લાલ અને તેમના નોકર જહાંગીર આલમની ધરપકડ કરી ચૂકી છે. તાજેતરમાં જ જહાંગીર આલમના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ મળી આવી હતી. આ મામલે મંત્રીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

મંગળવારે પણ લાંબી પૂછપરછ કરવામાં આવી હતી

અગાઉ, ઝારખંડના મંત્રી અને કોંગ્રેસ નેતા આલમગીર આલમ મંગળવારે મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ઇડી સમક્ષ હાજર થયા હતા. EDના અધિકારીઓએ તેમની નવ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રી આલમને ED દ્વારા રાત્રે ઘરે જવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ આજે તેમને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

EDએ રૂ. 35 કરોડથી વધુની રિકવરી કરી હતી

ગયા અઠવાડિયે ઈડીએ આલમગીર આલમના અંગત સચિવ અને રાજ્ય વહીવટી સેવાના અધિકારી સંજીવ કુમાર લાલ (52) અને ઘરેલુ મદદનીશ જહાંગીર આલમ (42)ની તેમના એક ફ્લેટમાંથી 35 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કર્યા બાદ ધરપકડ કરી હતી. પ્રધાનને PMLA હેઠળ તેમનું નિવેદન નોંધવા માટે મંગળવારે રાંચીમાં ED પ્રાદેશિક કાર્યાલયમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. મની લોન્ડરિંગ તપાસ રાજ્યના ગ્રામીણ વિકાસ વિભાગમાં કથિત ગેરરીતિઓ સાથે સંબંધિત છે.

આ પણ વાંચો :CJI ચંદ્રચુડે સાત સમંદર પાર ભારતીય પત્રકારોના કેમ કર્યા વખાણ, જાણો શું બોલ્યા ?

Back to top button