ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

નવસારીમાં એલસીબી પોલીસે વધુ એક નકલી ઘી બનાવતી ફેકટરી ઝડપી

Text To Speech
  • ફેક્ટરીમાંથી 3000 કિલોથી વધુ બનાવટી ઘી ઝડપાયું
  • પામોલિન ઓઇલ, ક્રીમ અને એસેન્સનો કરતા ઉપયોગ

નવસારી, 23 જૂન: નવસારી LCB પોલીસ તેમજ લોકલ ક્રાઈમ બ્રાંચ નવસારી દ્વારા કરવામાં આવેલ સંયુક્ત રેડ માં બારડોલી રોડ પર આજે સવારે દરોડા પાડી નકલી ઘી બનાવતી ફેકટરી ઝડપી પાડી હતી. શિવ ફૂડ પ્રોડક્ટ્સ નામની ફેકટરીમાંથી સુખવંત બ્રાન્ડના ભેળસેળ વાળા ઘીનું ઉત્પાદન તેમજ વેચાણ કરવામાં આવતું હોવાનું LCB પોલીસને સુત્રોએ જણાવ્યું હતું.

બાતમીના આધારે પોલીસે પાડ્યો દરોડો

ફેકટરીમાં ભેળસેળ વાળા ઘીનું ઉત્પાદન તેમજ વેચાણ થતું હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં સુખવંત બ્રાન્ડનાં ૧૦૦ મિલી, ૫૦૦ મિલી ના પાઉચ તથા ડબ્બા અને ૧૫ કિગ્રાના ડબ્બાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો.

વધુ તપાસ હાથ ધરતા પામોલિન તેલના 10 ડબ્બા મળ્યા

વધુમાં ઝીણવટભરી તપાસ હાથ ધરતા પેઢીમાંથી પામોલિન તેલના ૧૦ ડબ્બા પણ મળી આવ્યા હતા. જેનો ઉપયોગ ઘી માં ભેળસેળ માટે કરવામાં આવતો હતો. પેઢીના માલિક વિકી રાજેશભાઇ ચોખાવાલાની હાજરીમાં તેમની પાસેથી કૂલ ૮ નમુના લેવામાં આવ્યા હતા. જ્યારે બાકીનો આશરે ૩૦૦૦ કિગ્રા જથ્થો જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૧૪ લાખ તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો હતો. ફેક્ટરીમાંથી લેવામાં આવેલા તમામ નમુનાને ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં લેભાગુ તત્વો સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે છે.

રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરના ભરવામાં આવશે પગલા

આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોવાના અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: ‘યે મેરા પુનર્જન્મ, અંજાર મેં મર ગઈ થી…’, બનાસકાંઠાની 4 વર્ષની દક્ષાએ કરી ચોંકાવનારી વાત

Back to top button