ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

‘યે મેરા પુનર્જન્મ, અંજાર મેં મર ગઈ થી…’, બનાસકાંઠાની 4 વર્ષની દક્ષાએ કરી ચોંકાવનારી વાત

  • સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાત કરતા પરિવાર અને ગ્રામજનો અચંબામાં મુકાયા
  • દક્ષાનો જન્મ પાલનપુર તાલુકાના ખસા ગામે ગરીબ શ્રમિક પરિવારમાં થયો

પાલનપુર, 23 જૂન: દેશ-દુનિયામાં પુનર્જન્મની વાતો અનેક વખત આપણને સાંભળવા મળતી હોય છે. ત્યારે હાલમાં જ પાલનપુર તાલુકાના ખસા ગામે ગરીબ શ્રમિક પરિવારની બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાત કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે. દક્ષા નામની ચાર વર્ષની બાળકી સ્કુલે ગયા વગર હિન્દીમાં કહી રહી છે કે, ‘આ મારો બીજો જન્મ છે હું તો અંજારમાં ભૂકંપ થયો ત્યારે ધાબાનો સ્લેબ પડતા મરી ગઈ હતી.’

પાલનપુર તાલુકાનું ખસા ગામ અગાઉ ભારત ભરમાં હાથ વણાટની ચાદરો, પછેડીયો, રૂમાલ ના કારણે પ્રખ્યાત હતું. ત્યારે હવે ફરીથી ચાર વર્ષની બાળકી પુનર જન્મ ની વાતો હિન્દીમાં કરતા ગામ ફરીથી જાણીતું બન્યું છે. ખસા ગામે સરપંચ વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે. જેમાં સૌથી નાની ચાર વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં બોલવા લાગી હતી તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી હતી. જેમકે પાણી જોઈએ તો “માં મુજે પાની દે…” જોકે તેની માતા ગીતાબેન અભણ હોવાથી તેમને કંઈ ખબર પડતી ના હતી.

શાળાએ ગયા વગર દક્ષા હિન્દી બોલવા લાગી

દિકરી બોલવા શીખી ત્યારે તે હિન્દીમાં બોલવા લાગી, પરંતુ પરિવારે માન્યું કે કંઈક લવારા કરે છે. તેમ કહી કોઈએ તરફ ધ્યાન આપ્યું ન હતું. સ્કૂલે ગયા વગર કોઈપણ પ્રકારના ટીવી, સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર પણ તેમ જ આજુબાજુ કોઈ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવા લાગતા સૌ અચંબામાં મુકાયા છે. તેની પૂછપરછ કરતા ભગવાને તેને અહીં મોકલી છે અને તે અંજારમાં હતી તેના માતા પિતા પણ અંજારમાં હતા અને ભૂકંપ વખતે ધાબુ પડતા તે મરી ગઈ હોવાનું પણ રટણ કરે છે. પુનર જનમની વાતોથી તેમજ ફાંકડું હિન્દી બોલતી દક્ષા અંગ્રેજી માધ્યમમાં ભણી સૈન્યમાં જોડાઈ દુશ્મનોને નાની યાદ કરાવી દેવાના સપના જોઈ રહી છે.

અમે અચૂબામાં મુકાઈ ગયા છીએ: દક્ષાના પિતા

મારી દીકરી હિન્દીમાં વાત કરતી જેથી અમને અલગ લાગતું પણ જેમ જેમ તે વાત કરતી ત્યારે તે અંજારમાં ભૂકંપમાં મરી ગઈ હતી અને આ તેનો પુનર જન્મ થયો છે એવી વાતો કરતી તો અમે પણ આ વાત સાંભળીને અચૂબામાં મુકાઈ ગયા છીએ.

દીકરી હિન્દીમાં વાત કરે છે જેથી અમને કંઈ ખબર પડતી નથી: દક્ષાની માતા

મારી દીકરી ત્રણ વર્ષની છે જે હિન્દી બોલે છે પણ હું અભણ હોવાથી મને કંઈ ખબર પડતી ન હતી પરંતુ તે એવું રટણ કરતી હતી કે હું અંજારમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું ત્યાં મરી ગઈ હતી અને આ મારો બીજો જન્મ છે જેથી અમે સૌ લોકો ચકિત થઈ ગયા છીએ મારી દીકરી હિન્દીમાં વાત કરે છે જેથી અમને કંઈ ખબર પડતી નથી.

‘અંજારમાં ધાબું પડતા હું મરી ગઈ હતી’

ભગવાને તેને અહીં મોકલી છે અને તે અંજારમાં હતી. તેનું નામ પ્રિંજલ હતું. તેના માતા-પિતા અંજારમાં હતા અને ભૂકંપ વખતે સ્કૂલથી પરત આવી ત્યારે ધાબુ પડતા હું મરી ગઈ હતી. ગયા જન્મમાં મારા પિતા બેકરીમાં કામ કરતા હતા. તે લાલ કલરના કપડાં પહેરતા હતા. માતા ફુલવાળી સાડી પહેરતી હતી તો કોઈ દિવસ તે ડ્રેસ પહેરતી હતી. અંજારમાં અમારું મોટું મકાન હતું. મારા માતા-પિતા મને ખુબ પ્રેમ કરતા હતા. જોકે, બાળકીને તેના માતા-પિતાનું નામ અને અંજારમાં કઈ જગ્યાએ રહેતા હતા તે યાદ ન આવ્યું. જોકે, બાળકી ફરી ક્યારેય અંજાર જવા માંગતી નથી. તે અહીં જ તેના ભાઈ-બહેન અને માતા પિતા સાથે રહેવા માંગે છે.

આ પણ વાંચો: ઉત્તર ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આ કામોને આપી મંજૂરી

Back to top button