ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

એશિયન પેરા ગેમ્સ: સુમિત અંતિલે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતી રેકોર્ડ તોડ્યો

Text To Speech
  • 73.29mના અંતર પર થ્રો કરી ગોલ્ડ મેડલ જીત્યો
  • એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતના નામે કુલ 36 મેડલ
  • ગેમ્સમાં ભારત શાનદાર દેખાવ કરી પાંચમાં સ્થાને

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર સુમિત અંતિલે ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે પુરુષોની F64 કેટેગરીમાં એશિયન પેરા ગેમ્સમાં માત્ર ગોલ્ડ મેડલ જીત્યો ન હતો, પરંતુ એક વિક્રમ સર્જી એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે 73.29mના અંતર પર ભાલો ફેંક્યો હતો. તેની પહેલાં આ વર્ષની શરૂઆતમાં પેરિસમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયન્સમાં સુનિલે 70.83 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો.  આ જ રમતમાં શ્રીલંકાના અરાચિગે સમિથે 62.42 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. પુષ્પેન્દ્ર સિંહે 62.06 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યું હતું.

એશિયન પેરા ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 36 મેડલ જીત્યા છે, જેમાં 10 ગોલ્ડ મેડલ, 12 સિલ્વર મેડલ અને 14 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારત પાંચમા સ્થાને છે. જોકે, ભારતીય ખેલાડીઓ પ્રથમ દિવસે 17 મેડલ જીતી શાનદાર શરૂઆત કરી હતી. જેમાં 6 ગોલ્ડ, 6 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સામેલ છે.

આ વખતે ભારતે એશિયન પેરા ગેમ્સમાં 303 એથ્લેટ્સ જેમાં 191 પુરૂષો અને 113 મહિલાની ટુકડી મોકલી છે, જે અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી છે. નોંધનીય બાબત એ છે કે, ભારતે 2018 એશિયન પેરા ગેમ્સમાં 190 ખેલાડીઓની ટીમ મોકલી હતી અને કુલ 72 મેડલ જીત્યા હતા. જેમાં 15 ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા.

આ પણ વાંચો: એશિયન ગેમ્સ 2023: ભારતે અત્યારસુધી 107 મેડલ જીત્યા

Back to top button