યુપીમાં ઈન્ડી ગઠબંધનને ફટકો, જયંત ચૌધરીએ NDAમાં જોડાવાની જાહેરાત કરી
- બિહાર બાદ યુપીમાં પણ ઈન્ડી ગઠબંધનને મોટો ફટકો
- જયંત ચૌધરીની પાર્ટી NDA સાથે કરશે જોડાણ
ઉત્તર પ્રદેશ, 12 ફેબ્રુઆરી: બિહાર બાદ હવે યુપીમાં પણ લોકસભા ચૂંટણી પહેલા ઈન્ડી ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરીએ કહ્યું કે તેમની પાર્ટીએ NDAમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે અમે અમારા તમામ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ સાથે વાત કરી છે અને પછી જ અમે NDA સાથે જવાનો નિર્ણય કર્યો છે.
જયંતે ચૌધરીએ શું કહ્યું?
જયંતે એમ પણ કહ્યું છે કે ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન એનાયત થવો એ મારા અને મારા પરિવાર સહિત ખેડૂત સમુદાય માટે ખૂબ જ સન્માનની વાત છે. ધારાસભ્યોની નારાજગી પર જયંતે કહ્યું કે તમામ સાથે વાત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે જયંતની પાર્ટી એનડીએ સાથે જોડાવાથી પશ્ચિમ યુપીમાં ચૂંટણીના સમીકરણો પર મોટી અસર પડશે.
#WATCH |Delhi: On joining NDA, RLD chief Jayant Chaudhary says, “…I took this decision after speaking to all the MLAs and workers of my party. There was no big planning behind this decision, we had to take this decision within a short time because of the situation. We want to… pic.twitter.com/oCokYUX8gA
— ANI (@ANI) February 12, 2024
આ પણ વાંચો: બિહાર: 129 ધારાસભ્યોના ટેકા સાથે નીતિશ જીત્યા ફ્લોર ટેસ્ટ, વિપક્ષે કર્યું વૉકઆઉટ
પશ્ચિમ યુપીનું રાજકીય ગણિત શું છે?
પશ્ચિમ યુપીમાં ખેડૂતો, જાટ અને મુસ્લિમ વોટ બેંક ખૂબ મોટી છે. અહીં લોકસભાની કુલ 27 બેઠકો છે, જેમાં 2019ની ચૂંટણીમાં આરએલડીને એક પણ બેઠક મળી ન હતી પરંતુ ભાજપ 19 બેઠકો જીતવામાં સફળ રહી હતી. સપા અને બસપાને 4-4 બેઠકો મળી હતી. જો 2014ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો આ દરમિયાન પણ આરએલડીને એક પણ સીટ મળી ન હતી.
આ પણ વાંચો: જયંત ચૌધરીના ભાજપમાં જોડાવાની અટકળો પર નારાજ થયા નરેશ ટિકૈત, કહ્યું…