ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહાર: 129 ધારાસભ્યોના ટેકા સાથે નીતિશ જીત્યા ફ્લોર ટેસ્ટ, વિપક્ષે કર્યું વૉકઆઉટ

  • બિહારમાં ફરી નીતિશ કુમારની જ સરકાર
  • 129 ધારાસભ્યોનું મળ્યું નીતીશને સમર્થન
  • નિરાશ વિપક્ષે કર્યું વૉકઆઉટ

પટના, 12 ફેબ્રુઆરી: બિહારમાં ચાલી રહેલા બહુમતીના વિવાદનો અંત આવ્યો છે. નીતિશકુમારે આજે વિધાનસભામાં 129 ધારાસભ્યોના ટેકા સાથે ફ્લોર ટેસ્ટમાં જીત મેળવી છે. જ્યારે વિપક્ષે હારની સાથે જ વૉકઆઉટ કર્યું હતું.

 

તેજસ્વીએ નીતીશકુમાર પર કર્યા પ્રહાર

રાજકીય ઊથલપાથલ વચ્ચે તેજસ્વીએ નીતિશ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેજસ્વીએ કહ્યું કે, એક ટર્નમાં ત્રણ ત્રણ વખત યુ ટર્ન લેવો, એ ક્યાંય જોયું નથી. નીતીશકુમારે તો નવ વખત મુખ્યમંત્રી પદના શપથ લઈને ઈતિહાસ રચી નાખ્યો છે. નીતિશકુમારની પણ રાજા દશરથ જેવી કેટલીક મજબૂરીઓ હશે. તો બીજી તરફ શાસક પક્ષના નેતાઓએ તેજસ્વી ઉપર પ્રહાર કરતા તેમના પક્ષ રાજદને નોકરીના બદલામાં જમીનો માગનાર પક્ષ ગણાવ્યો હતો.

તેજસ્વીએ કહ્યું કે નીતિશ સન્માનજનક છે અને રહેશે. બિહારના યુવાનોને અમારી સરકારે નોકરીઓ આપી, જે શક્ય ન હતું તેને શક્ય કરી બતાવ્યું, આ ઉપરાંત અમે 2 લાખ લોકોને રોજગારી આપી. તેમ છતાં પક્ષ પલ્ટો? તેમણે વધુમાં કહ્યું કે દરેક જાણવા માંગે છે કે નીતિશકુમારએ શા માટે પક્ષ બદલ્યો. રામને વનવાસમાં મોકલનાર દશરથ નહીં પણ કૈકેયી હતા, નીતિશકુમારે પણ જાહેર કરવું જોઈએ કૈકેયી કોણ છે એ. વધુમાં તેણે કહ્યું કે નીતિશજીએ એકવાર તો કહેવું હતું કે હવે સાથે નથી રહેવું, અલગ થવું છે.

જેડીયુ અને આરજેડી અવિશ્વાસ પ્રસ્તાવ માટે પ્રયાસ કરી રહ્યા હતા

NDA અને મહાગઠબંધન વચ્ચે અવિશ્વાસ પ્રસ્તાવને લઈને ચેક-મેટની રમત ચાલુ રહી અને બંને ગઠબંધન દ્વારા પોત-પોતાના ધારાસભ્યોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી આશંકા હતી કે જેડીયુ અને બીજેપીના કેટલાક ધારાસભ્યો બળવો કરી શકે છે અને નીતિશકુમાર ફ્લોર ટેસ્ટમાં હારી શકે છે. ત્યાર બાદ NDA તેના દરેક ધારાસભ્યોને પોતાની નજીક રાખ્યા હતા. જ્યારે હવે આ બધી વાતોનો અંત આવ્યો છે, હવે નીતિશ જ બિહારના મુખ્યમંત્રી રહેશે.

આ પણ વાંચો: બિહાર વિધાનસભામાં નીતિશ સરકારનો આજે ફ્લોર ટેસ્ટ, NDA-મહાગઠબંધનના પોતાના દાવા

Back to top button