અમદાવાદકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
બિપરજોય વાવાઝોડાની અસર: અમદાવાદના અનેક વિસ્તારમાં પવન સાથે મેઘરાજની સંતાકૂકડી


Ahmedabad Breaking: અમદાવાદમાં આકાશે અચાનક પોતાનું રૂપ બદલું. બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાતના અનેક જીલ્લામાં જોવા મળી રહી છે. ચક્રવાત બિપરજોય નજીક આવતા જ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે અચાનક જ અમદાવાદના અનેક વિસ્તારમાં વાતાવણમાં પલટો જોવા મળ્યો છે.
આ વિસ્તારોમાં જોવા મળ્યો વરસાદ
બિપરજોય વાવાઝોડાનો ખતરો આખા ગુજરાતના માથા પર તલવારની જેમ લટકી રહ્યો છે ત્યારે અમદાવાદના સરખેજ, બોપલ ઘુમા સહિતના અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાની અસરને જોઈ એવું લાગી રહ્યું છે કે વાતાવણ સંતાકૂકડી રમી રહ્યું છે.
આ પણ વાંચો:બિપરજોય અપડેટ્સ: આ જીલ્લાઓથી નહીં મળે એસટી બસ, જાણો