અમદાવાદકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બિપરજોય અપડેટ્સ: આ જીલ્લાઓથી નહીં મળે એસટી બસ, જાણો

  • વેરાવળ, પોરબંદર અને માંગરોળ ડેપોની તમામ બસનું સંચાલન બંધ
  • 13 જૂનથી 15 જૂન વચ્ચે લગભગ 95 ટ્રેનો રદ કરાઈ
  • નાના વિમાનને 50 કિલોના સિમેન્ટના બોરિંગૂથી બાંધવામાં આવ્યા

બિપરજોય વાવાઝોડાના લીધે ગુજરાતના અનેકો જીલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું છે કે 16 અને 17 તારીખે વાવાઝોડા બિપરજોયની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળશે જેના લીધે આ જીલ્લામાં નુકશાનનું જોખમ વધ્યું છે. હવામાન વિભાગના આંકડા અનુસાર વાવાઝોડું દ્વારકાથી 290 કિ.મી દુર, પોરબંદરથી 350 કિ.મી તેમજ નલિયાથી 300 કિ.મી દુર છે.

આ પણ વાંચો:વાવાઝોડાની આફત સામે લડવા સૌરાષ્ટ્રમાં NDRFની 16 ટીમો તૈયાર

બનાસકાંઠા : વાવાઝોડા મામલે ડીસામાં પોલીસ દ્વારા લોકોને એલર્ટ કરાયાર

વાવાઝોડાને પગલે રાજ્યના આ જીલ્લામાં અટલા લોકોનું સ્થળાંતર

આ જીલ્લાની એસટી બસ બંધ કરાઈ

વાવાઝોડાના ગુજરાત પર પટકારના કારણે સૌરાષ્ટ્ર તરફથી પરિવહન સેવાઓ અટકાવી દેવામાં આવી છે. ગુજરાત બસ એસટી નિગમે સમુન્દ્રી વિસ્તારની નજીકના બસ ડેપો વેરાવળ, પોરબંદર અને માંગરોળ ડેપોની તમામ બસનું સંચાલન મંગળવારથી જ બંધ કરી દેવામાં આવ્યું છે. બુધવારથી દરિયાઈ સીમાના ગામોમાં જતી બસનું સંચાલન પણ હાલ પુરતું અટકાવી દેવામાં આવ્યું છે. બુધવારથી લઇ જ્યાં સુધી વાવાઝોડાની પરિસ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી સૌરાષ્ટ્રમાં 50 % વધુ બસનું સંચાલન એસટી નિગમના અધિકારીઓ દ્વારા બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના શહેરમાં જતી લાંબા રસ્તાથી પસાર થતી બસોને જામનગર, રાજકોટ, જૂનાગઢ ભાવનગર ખાતે ટુકાવી દેવામાં આવી છે.

50 થી વધુ ટ્રેનો રદ કરાઈ

train stopped due to cyclone

દરિયાકાંઠાના ગુજરાતના ગાંધીધામ, વેરાવળ, ઓખા, પોરબંદર તરફ જતી 50 થી વધુ ટ્રેનોને અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર ખાતે ટૂંકી મુદત આપવામાં આવી છે. 13 જૂનથી 15 જૂન વચ્ચે લગભગ 95 ટ્રેનો રદ કરવાની દરખાસ્ત કરવામાં આવી રહી છે.

50 કિલો સિમેન્ટના બોરિંગથી બંઘાયા વિમાનનો

plain

ગુજરાતમાં તોફાની પવનની 13 થી 15 જૂનના અંતરગાળા વચ્ચે ફુંકાવાની ભારે સંભાવના છે. આ પરિસ્થિતિને કાબુમાં રાખવા NDRFની ટીમ સખત પ્રયત્ન કરી રહી છે ત્યારે બસ , ટ્રેન તેમજ વિમાન હાલ પૂરતા બંધ અથવા તો રૂટ ટુકાવામાં આવ્યો છે. આ જોતાં એરપોર્ટ પર પાર્ક થયેલાં નાના વિમાનને 50 કિલોના સિમેન્ટના બોરિંગ બાંધવામાં આવ્યા છે. આ ઉપરાંત વિમાનના આગલા અને પાછલા ટાયર પર વજનદાર બ્રેક પેડ પણ મુકવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

ચક્રવાત બિપરજોય નજીક આવતા જ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાઓમાં પણ તોફાની પવન તેમજ ભારે વરસાદ પડશે. હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 121 મીમી વરસાદ નોંધાયો છે, ત્યારબાદ આજે દ્વારકા 92 મીમી અને કલ્યાણપુર 70 મીમી વરસાદ નોંધાયો છે. NDRF સ્ટેન્ડબાય પર છે અને હેલ્પડેસ્ક અને 24X7 મોનિટરિંગ સિસ્ટમ્સ લેન્ડફોલ માટે તૈયાર છે.

આ પણ વાંચો:બિપોરજોય વાવાઝોડા દરમિયાન મોબાઈલ નેટવર્ક જતું રહેશે તો શું કરશો ?

Back to top button