વિશ્વબજારના અહેવાલોને અવગણતા ભારતીય ઇક્વિટીમાં પીછેહટ

મુંબઇ, 24 ઓક્ટોબર, 2025: વિશ્વ બજારોના પ્રોત્સાહક અહેવાલો છતા પણ ભારતીય ઇક્વિટી બજારમાં પીછહટ નોધાઇ છે. જેમાં બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 84,556 સામે 110 પોઇન્ટ ઉપર ખુલવા છતાં પાછળથી ઘટ્યો હતો અને હાલમાં 77 પોઇન્ટ નીચે ચાલી રહ્યો છે. જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ પાછલા બંધ 25,891 સામે 45 પોઇન્ટ ઉપર ખુલી હતી અને હાલમાં સાત પોઇન્ટ નીચે ચાલી રહી છે.
દરમિયાનમાં આજે સવારે 8.45 કલાકે ગિફ્ટ નિફ્ટી 38 પોઇન્ટ પ્લસ ચાલી રહી હતી. નોંધનીય છે કે ગુરુવારે મૂહુર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ 130 પોઇન્ટ અને નિફ્ટી 22.8 પોઇન્ટ વધીને બંધ આવી હતી.
એશિયન માર્કેટ
આગામી સપ્તાહે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શિ જિનપીંગ વચ્ચે આગામી સપ્તાહ મંત્રણા યોજાશે તેવા સમાચારને પુષ્ટિ મળતા એશિયન શેરોમાં આજે ઊછાળો જોવા મળ્યો છે. જેમાં જાપાનનો નિક્કેઇ 0.8 ટકા, ટોપીક્સ 0.4 ટકા વધ્યો છે. જ્યારે દક્ષિણ કોરિયાનો કોપ્સી પણ 1 ટકા અનેકોસડેક 0.9 ટકા ઉપર રહ્યો છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયાનો ASX 200 થોડો પોઝીટીવ ખુલ્યો હતો અને 0.2 ટકા ઉપર ચાલી રહ્યો છે.
ભારત અને અમેરિકા વચ્ચેની વાટાઘાટ પ્રગતિમાં
વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યુ છે કે ભારત અને અમેરિકા વચ્ચે સૂચિત વેપાર સંધિની વાતચીત પ્રગતિમાં છે. બન્ને તરફેથી સંતુલીત અને વાજબી સોદા પ્રાપ્ત કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. પાછલા સપ્તાહે વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલના નેજા હેઠળના એક પ્રતિનિધિમંડળે અમેરિકાની મુલાકાત લીધી હતી. આ ત્રણ દિવસીય મુલાકાતમાં વેપાર વાટાઘાટા કરવામાં આવી હતી જે 17 ઓક્ટોબરે પૂર્ણ થઇ હતી.
અમેરિકન માર્કેટ
ગુરુવારે અમેરિકન માર્કેટ વધીને બંધ આવ્યા હતા. જેમાં એસએન્ડપી 500 ઇન્ડેક્સ 0.58 ટકા વધ્યા હતા, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 0.31 ટકા અને નાસડેક કંપોઝીટ પણ 0.89 ટકા વધ્યા હતા.
આજે શેર્સ રહેશે ફોકસમાં
હીરો મોટોકોર્પ: કંપનીએ યુકે સ્થિત મોટોજીબી સાથે ભાગીદારી કરીને યુનાઇટેડ કિંગડમ બજારમાં તેના પ્રીમિયમ મોટરસાઇકલ મોડેલ્સ રજૂ કર્યા છે. આ કરાર કંપનીના 51માં આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશને ચિહ્નિત કરે છે.
ભારતી એરટેલ: કંપનીએ આજે તેના બીજા ક્વાર્ટરના પરિણામોની તારીખો જાહેર કરી છે. સ્ટોક એક્સચેન્જ સાથેની ફાઇલિંગમાં, કંપનીએ જણાવ્યું હતું કે તેનું બોર્ડ સોમવાર, 3 નવેમ્બરના રોજ મળશે, જ્યાં પરિણામો રજૂ કરવામાં આવશે.
AGI ઇન્ફ્રા: કંપનીના બોર્ડે ઇક્વિટી શેર જારી કરીને રૂ. 500 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપી છે.
પ્રીમિયર એનર્જીઝ લિમિટેડે ગુરુવારે જાહેરાત કરી હતી કે તેના બોર્ડે પુણે સ્થિત કેસોલેર એનર્જી પ્રાઇવેટ લિમિટેડમાં આશરે રૂ. 86.7 કરોડમાં 51% હિસ્સો ખરીદવાની મંજૂરી આપી છે. આ વ્યવહાર સાથે, કંપની સોલાર ઇન્વર્ટર ઉત્પાદન ક્ષેત્રમાં પ્રવેશ કરી રહી છે.
બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ: કંપનીની બોર્ડ મીટિંગ શુક્રવાર, 31 ઓક્ટોબર, 2025 ના રોજ ત્રિમાસિક પરિણામો રજૂ કરવા અને 2025-26 નાણાકીય વર્ષ માટે બીજા વચગાળાના ડિવિડન્ડ પર વિચાર કરવા માટે સુનિશ્ચિત થયેલ છે. જો ડિવિડન્ડ જાહેર કરાશેવામાં આવે છે, તો તેની રેકોર્ડ તારીખ 6 નવેમ્બર, 2025 છે.
સિપ્લાઃ ગુરુવારે શેરબજાર બંધ થયા પછી તરત જ સિપ્લા લિમિટેડે એક મોટી અપડેટ આપી હતી. કંપનીએ જણાવ્યું હતું કે એલી લિલી અને સિપ્લાએ ભારતમાં તિર્ઝેપેટાઇડના બીજા બ્રાન્ડ યુરપીકને લોન્ચ કરવા માટે માર્કેટિંગ અને વિતરણ કરાર કર્યો છે.
કેન્સ ટેકનોલોજી: કંપનીની પેટાકંપની, કેન્સ હોલ્ડિંગે, સેન્સોનિક GmbHમાં 7% હિસ્સો ખરીદવા માટે શેર ખરીદી કરાર કર્યો છે.
સાગર સિમેન્ટ્સ Q2: ત્રિમાસિક નુકસાન રૂ. 42.17 કરોડ હતું, જે એક વર્ષ પહેલા રૂ. 55.77 કરોડ હતું. કંપનીની આવક 27 ટકા વધીને રૂ. 602 કરોડ થઈ છે. જ્યારે EBITDA બમણાથી વધુ છે. માર્જિનમાં પણ સુધારો થયો છે.
સાઉથ ઇન્ડિયા પેપર મિલ્સ લિમિટેડ: કંપની ગયા વર્ષની સરખામણીમાં નુકસાનમાંથી નફામાં આવી છે. કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2.81 કરોડનો નફો નોંધાવ્યો હતો. ગયા વર્ષે, કંપનીને રૂ. 1.21 કરોડનું નુકસાન થયું હતું. વ્યવસાયમાંથી આવક રૂ. 101.77 કરોડથી વધીને રૂ. 111.56 કરોડ થઈ છે.
આ પણ વાંચોઃ મેદાનથી માર્કેટ સુધી વિરાટનો દબદબો, જાણો કેવી રીતે નેટવર્થ પહોંચી 1050 કરોડ રૂપિયા












