ટ્રેન્ડિંગમનોરંજન

IFFA 2025 Winners: કૈટરિના કૈફે બાજી મારી, શાહરૂખ-સલમાનને પાછળ રાખી આ અભિનેતા આગળ

  • ચંદુ ચેમ્પિયનને ઈન્ડી ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. કાર્તિક આર્યનને તેની ફિલ્મ ચંદુ ચેમ્પિયન માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો

HD ન્યુઝ ડેસ્કઃ ઈન્ડી ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સની પ્રથમ આવૃત્તિનું આયોજન ન્યૂ યોર્કમાં કરવામાં આવ્યું છે. ન્યૂયોર્ક ઈન્ડી ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2025 ના વિજેતાઓના નામ બુધવાર, 11 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં બોલિવૂડ સ્ટાર્સે પોતાની છાપ છોડી છે.

IFFA 2025 Winners: કૈટરિના કૈફે બાજી મારી, શાહરૂખ-સલમાનને પાછળ રાખી આ અભિનેતા આગળ  hum dekhenge news

કાર્તિક આર્યનની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ચંદુ ચેમ્પિયનને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. કબીર ખાન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ભારતના પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મુરલીકાંત પેટકરની પ્રેરણાદાયી વાર્તા પર આધારિત હતી. ચંદુ ચેમ્પિયનને ઈન્ડી ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. કાર્તિક આર્યનને તેની ફિલ્મ ચંદુ ચેમ્પિયન માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો.

IFFA 2025 Winners: કૈટરિના કૈફે બાજી મારી, શાહરૂખ-સલમાનને પાછળ રાખી આ અભિનેતા આગળ  Hum dekhenge  news

કેટરીના કૈફને તેની ફિલ્મ મેરી ક્રિસમસ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. બોલિવૂડ અભિનેતા વરુણ ધવનની ભત્રીજી અંજલિ ધવનની પહેલી ફિલ્મ ‘બિન્ની એન્ડ ફેમિલી’ ને બેસ્ટ ફેમિલી મૂવીનો એવોર્ડ મળ્યો છે.

IFFA 2025 Winners: કૈટરિના કૈફે બાજી મારી, શાહરૂખ-સલમાનને પાછળ રાખી આ અભિનેતા આગળ  hum dekhenge news

ફિલ્મ મુંજ્યાથી ડેબ્યૂ કરનાર અભિનેતા અભય વર્માને બેસ્ટ ડેબ્યુટન્ટ (મેલ) એવોર્ડ મળ્યો. ઈમ્તિયાઝ અલીને અમર સિંહ ચમકીલા માટે બેસ્ટ ઓટીટી સ્પેશિયલ એવોર્ડ મળ્યો છે. સિદ્ધાર્થ આનંદને તેમની ફિલ્મ ફાઈટર માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો છે. ફિલ્મ લાપતા લેડીઝમાં પોતાની અભિનય કુશળતા દર્શાવનાર અભિનેત્રી પ્રતિભા રંતાને રાઈઝિંગ સ્ટાર એવોર્ડ મળ્યો છે. અંજલિ ધવનને ફિલ્મ બિન્ની એન્ડ ફેમિલી માટે શ્રેષ્ઠ નવોદિત અભિનેત્રી નો એવોર્ડ મળ્યો છે.

આ પણ વાંચોઃ સલમાનખાનની તસવીરો Viral, 59ની ઉંમરે યંગસ્ટર્સ જેવી બૉડી બનાવી!

Back to top button