ડાયેટ સારુ નહીં હોય તો સુવા માટે તડપવું પડશેઃ સુધારી લો આ આદતો
ઉંઘ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. ઉંઘ પુરી ન થાય તો શરીરમાં અનેક પ્રકારની બિમારીઓ થવા લાગે છે. ઘણા બધા લોકોને રાતે ઉંધ ન આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલાક લોકોને સાઉન્ડ સ્લીપ લેવા માટે રીતસરનું તડપવું પડે છે. આવી સિચ્યુએશન તમને સ્ટ્રેસનો શિકાર બનાવી શકે છે. રાતે સારી ઉંઘ માટે તમારી લાઇફસ્ટાઇલ અને ડાયેટનો અગત્યનો રોલ છે. આપણી ખાવા પીવાની આદતો આપણી ઉંઘને પ્રભાવિત કરે છે. એવી કેટલીક વસ્તુઓ ડાયેટમાં લેવાની છોડો તો તમે રાતે સારી ઉંઘ મેળવી શકશો.
મેલાટોનિન વધારવા આ વસ્તુઓ ખાવ
ઉંઘ આવવા માટે મેલાટોનિન હોર્મોનને જરૂરી માનવામાં આવે છે. જો કોઇ વ્યક્તિ સુતા પહેલા પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓનુ સેવન કરે તો સારી ઉંઘ આવી શકે છે. સુતા પહેલા કેળા, અખરોટ, બદામ, દુધનું સેવન કરી શકો છો.
રાતે ઉઠીને ક્યારેય ન ખાવ
ઘણા લોકોને રાતે ઉઠીને કંઇક ને કંઇક ખાવાનું મન થતુ હોય છે. જોકે તેના પછી ઉંઘ આવવામાં બહુ વાર લાગે છે અને વજન પણ વધે છે. તેથી રાતે ઉઠીને ક્યારેય ન જમો. રાતે કંઇ પણ ખાવાથી બચો.
સુતા પહેલા દુધ પીવો
ટ્રિપ્ટોફેન અને મેલાટોનિન દુધના બે ઘટક છે, જે ઉંઘ લાવવામાં મદદ કરે છે. સેરોટોનિન હોર્મોન મુડ સુધારે છે અને ઉંઘ વધારે છે. મેલાટોનિન હોર્મોનના સંશ્લેષણનું કામ કરે છે. દુધ પીધા બાદ તમારુ મગજ મેલાટોનિન હોર્મોનને રિલીઝ કરે છે. તેને સ્લીપ હોર્મોન પણ કહેવાય છે. રોજ રાતે એક ગ્લાસ દુધ પીવો.
સાંજે ચાના બદલે આ ખાવ
નટ્સ આપણા આરોગ્ય માટે ખુબ જરૂરી છે. તેમાં અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. નટ્સનું સેવન કરવાથી ઉંઘની ક્વોલિટી પણ સુધરે છે. કેમકે તે મેલાટોનિનનો સારો સ્ત્રોત હોય છે. ચા અને કોફીમાં કેફીનની માત્રા વધુ હોય છે, જે ઉંઘ ઉડાડી દે છે.
ગેઝેટથી દુર રહો
ગેઝેટ્સની તેજ રોશની સ્લીપ હોર્મોનના સિક્રીશનમાં બાધારૂપ બને છે. સ્ક્રીનથી દુર રહેવાથી મેલાટોનિન હોર્મોનના સિક્રીશનમાં મદદ મળે છે. આવા સંજોગોમાં જરૂરી છે કે સુવાના એક કલાક પહેલા ફોન, લેપટોપ દુર રાખો.
આ પણ વાંચોઃ ઉનાળાની કાળઝાળ ગરમીમા આ રીતે રાખો તમારું ધ્યાન