નવરાત્રીમાં અંબાજી દર્શન કરવા જવાના હોવ તો ખાસ વાંચો, દર્શનના સમયમાં થયો ફેરફાર
ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં મોટો ફેરફાર કરવામા આવશે. ચૈત્રી નવરાત્રીના સમય દરમિયાન માઈભક્તો દુર દુરથી દર્શને આવતા હોય છે. ત્યારે ક્તિપીઠ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં મોટો ફેરફાર
શક્તિપીઠ અંબાજી મંદિરના માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં 22 માર્ચના દિવસે સવારે 8:30 થી 9:30 કલાકે ઘટ સ્થાપના કરવામાં આવશે. જેમાં એકમથી આરતીનો સમય સવારે 7:00થી 7:30નો રહેશે.
ચેત્રી સુદ એકમથી નવો ફેરફાર લાગુ કરાશે
ચૈત્રી નવરાત્રીના સમયગાાળા દરમિયાન અંબાજીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો આવતા હોય છે. તેથી ભક્તોની સગવડતાને ધ્યાનમાં રાખીને મંદિરના ટ્રસ્ટે આ મોટો નિર્ણય લીધો છે. લોકોને દર્શન કરવામાં સરળતા રહે તેવા આશયથી અંબાજી મંદિરમાં ચૈત્ર સુદ એકમથી આઠમ સુધી આ ફેરફાર રહેશે. 22 માર્ચના દિવસે સવારે 8:30 થી 9:30 કલાકે ઘટ સ્થાપના કરવામાં આવશે. જેમાં એકમથી આરતીનો સમય સવારે 7:00થી 7:30નો રહેશે.
જાણો શુ ફેરફાર કરવામા આવ્યા
સવારે 7 વાગે મંગળા આરતી અને સાંજે 7:00 વાગે સાયં આરતી થશે. ત્યાર બાદ સવારે 7:30 કલાકથી દર્શન શરુ થશે. જે સવારે 11:30 સુધી થઇ શકશે. ત્યાર બાદ બપોરે દર્શન 12:30થી 4:30 અને સાંજે 4:30થી 7:00 સુધી બંધ રહેશે. ત્યાર બાદ સાંજે 7:00 થી 9:00 વાગ્યે સુધી અંબાજી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. તેમજ ચૈત્રી નવરાત્રીમાં સવારે 7 વાગે મંગળા આરતી અને સાંજે 7:00 વાગે સાયં આરતી થશે.
આ પણ વાંચો : રાજ્યમાં હજી ચાર દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ખેડૂતોની ચિંતા વધી