ટ્રેન્ડિંગયુટિલીટી
ઘરમાં ફરી રહી હોય ગરોળી, તો તેને ભગાડો આ જબરજસ્ત રીતથી
- જો તમને ઘરમાં ગરોળીનું આવવું પસંદ ન હોય તો તેને ભગાડવા માટે મોરપંખ અને ડુંગળીની છાલ રાખવા કરતા પણ એક અસરકારક ઉપાય મળી ગયો છે. તમે આ સ્પ્રેનો છંટકાવ કરી શકો છો
ગરમીમાં કીડા-મકોડા ખૂબ આવે છે અને તેને ખાવાના બહાને ગરોળી પણ આવવા લાગે છે. દીવાલોથી લઈને પરદા પર, ઘરના ખૂણે ખૂણે, ઘણી વખત પ્લેટફોર્મ પર અને ઘરની જમીન પર પણ ગરોળી ફરતી જોવા મળે છે. જો તમને ઘરમાં ગરોળીનું આવવું પસંદ ન હોય તો તેને ભગાડવા માટે મોરપંખ અને ડુંગળીની છાલ રાખવા કરતા પણ એક અસરકારક ઉપાય મળી ગયો છે. તમે આ સ્પ્રેનો છંટકાવ કરી શકો છો.
ગરોળી ભગાડવા માટે બનાવો અસરકારક સ્પ્રે
બેથી ત્રણ ગોળી નેફ્થિલિન, ત્રણ ઢાંકણ ઓરિજિનલ ડેટોલ, ત્રણ ઢાંકણ પાણી
કેવી રીતે બનાવશો?
- નેફ્થિલિનની ગોળીઓનો ઉપયોગ કબાટમાં, ગાદલા-ગોદડાના કબાટમાં કે ઉનના કપડાની વચ્ચે રાખવા માટે કરવામાં આવે છે. આ ગોળીનો પાવડર બનાવી લો, હવે સ્પ્રેની બોટલમાં નેફ્થિલિનની ગોળીઓનો ભુક્કો નાખી દો. તેમાં ત્રણ ઢાંકણ ઓરિજિનલ ડેટોલ અને ત્રણ ઢાંકણ પાણી નાંખીને સારી રીતે મિક્સ કરી લો. હવે ગરોળી આવતી હોય તે જગ્યા પર છાંટી લો.
- આ સાથે ઘરના મુખ્ય દરવાજા પર, પરદા પર, દીવાલો પર પણ છાંટી દો. આની સ્મેલ ગરોળીઓને જરાય ગમતી નથી અને તેથી તે ઘરમાંથી ભાગી જાય છે.
- નેફ્થિલિનના કેમિકલની સુગંધ ગરોળીઓને સહેજ પણ પસંદ હોતી નથી, તેથી જો તમે સ્પ્રે ન બનાવી શકતા હો તો આ ગોળીઓને ખૂણામાં રાખી દો. તેની સ્મેલથી ગરોળીઓ પાસે નહીં આવે.
આ પણ વાંચોઃ શું તમે ક્યારેય ગ્રીન કોફી ટ્રાય કરી છે? કેરળના 30 વિદ્યાર્થીઓએ કર્યું અનોખું પરાક્રમ