ટ્રેન્ડિંગનેશનલહેલ્થ

શું તમે ક્યારેય ગ્રીન કોફી ટ્રાય કરી છે? કેરળના 30 વિદ્યાર્થીઓએ કર્યું અનોખું પરાક્રમ

  • સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો ગ્રીન કોફી પાવડર
  • સારા સ્વાસ્થ્યની વધતી માંગને પહોંચી વળવાનો છે ઉદ્દેશ્ય

કેરળ, 27 મે: કેરળનાં કેટલાક વિદ્યાર્થીઓએ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગ્રીન કોફી પાવડર તૈયાર કર્યો છે. કલામાસેરીમાં લોરસ ઇન્સ્ટિટ્યૂટ ફોર લોજિસ્ટિક્સનાં વિદ્યાર્થીઓએ આ વિશે માહિતી પણ આપી છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ગ્રીન ટીની લોકપ્રિયતા જોઈને તેઓ તેમની સંસ્થામાં પ્રોજેક્ટ તરીકે ગ્રીન કોફી પાવડર લાવ્યા. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સારા સ્વાસ્થ્યની વધતી માંગને પહોંચી વળવાનો છે.

આજકાલ ગ્રીન ટી લોકોનું પ્રિય પીણું બની ગયું છે. આજે આપણે ‘ગ્રીન કોફી’ વિશે વાત કરીશું. કેરળના કેટલાક વિદ્યાર્થીઓએ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગ્રીન કોફી પાવડર તૈયાર કર્યો છે. કલામાસેરીમાં લોરસ ઇન્સ્ટિટ્યૂટ ફોર લોજિસ્ટિક્સનાં વિદ્યાર્થીઓએ આ વિશે માહિતી પણ આપી છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, ગ્રીન ટીની લોકપ્રિયતા જોઈને તેઓ તેમની સંસ્થામાં એક પ્રોજેક્ટનાં ભાગરૂપે ગ્રીન કોફી પાવડર લાવ્યા.

કેમ લાવવામાં આવી ગ્રીન કોફી?

તેમણે કહ્યું કે આ નવા પદાર્થનો મુખ્ય ઉદ્દેશ્ય સારા સ્વાસ્થ્યની વધતી જતી માંગને પહોંચી વળવાનો છે. સાથે જ સ્વાસ્થ્ય અને સુખાકારી પર વધતા જતાં ધ્યાનનો પણ લાભ લેવો છે.

વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર ગ્રીન કોફી ચયાપચયને વેગ આપે છે અને ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને શરીરનું વજન જાળવી રાખે છે. પ્રાપ્ત માહિતી મુજબ, વિદ્યાર્થીઓને આ પ્રોડક્ટ માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) તરફથી પ્રમાણપત્ર પણ મળ્યું છે.

30 વિદ્યાર્થીઓએ આ રીતે કર્યો પાવડર

વિદ્યાર્થીઓ કહે છે કે ગ્રીન કોફી પાવડરની નવી બ્રાન્ડ વિકસાવવી એ અમારા માટે મહત્ત્વનો પડકાર હતો. પ્રાપ્ત માહિતી મુજબ, આ સંસ્થાની 2020 બેચ હતી જેણે ગ્રીન કોફીના ફાયદાઓને યોગ્ય રીતે ઓળખ્યા હતાં. 30 સભ્યોની આ બેચને વિવિધ જૂથોમાં વહેંચવામાં આવી હતી અને ગ્રીન કોફી અંગે કોઈ નિર્ણય લેતા પહેલા વિવિધ કારણોની તપાસ કરવામાં આવી હતી.

જો કે તે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ શરૂઆતમાં તેના ટેસ્ટથી લોકો વધારે પ્રભાવિત થયા નહોતા, જેના કારણે વિદ્યાર્થીઓ ચિંતિત બન્યા હતાં. માહિતી અનુસાર, કોફી પાવડરનો સ્વાદ સુધારવા માટે તેમાં ફુદીનો, એલચી, ગુલાબ વગેરે ઉમેરવામાં આવ્યા હતાં, પરંતુ જ્યારે જોવામાં આવ્યું કે આ બધું ઉમેરવાને કારણે ગ્રીન કોફીની શેલ્ફ લાઇફ 6 મહિના જેટલી ઘટી રહી છે. તેથી આ પ્રકારનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું.

વિદ્યાર્થીઓ હવે એ હકીકતથી પ્રેરિત છે કે ગ્રાહકો ઓછામાં ઓછાં બે પેકનો લાભ મેળવ્યા પછી પણ તેને ખરીદવા માંગે છે. કોલેજનાં ચેરમેને આ માહિતી આપી છે.

આ પણ વાંચો: કરણ જોહરે સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરી સાથે કરી ધડક-2ની જાહેરાત

Back to top button