ટ્રેન્ડિંગનેશનલમીડિયા

Marutiની કિંમત વધી, તો બીજી તરફ આ કાર પર મળશે 100000નો ડિસ્કાઉન્ટ

HD ન્યુઝ ડેસ્ક, 8 એપ્રિલ 2025 :   દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાની કાર મંગળવારથી મોંઘી થઈ ગઈ છે. ગયા મહિને જ કંપનીએ 8 એપ્રિલથી કારની કિંમતમાં 4 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી હતી. તેના કારણે ગ્રાન્ડ વિટારા જેવી કારની કિંમતમાં 62,000 રૂપિયા સુધીનો વધારો થવા જઈ રહ્યો છે, પરંતુ આ દરમિયાન મારુતિની કાર પર એપ્રિલમાં બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એક કાર પર તે 1 લાખ રૂપિયા સુધી છે.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

મારુતિ સુઝુકી ઈન્ડિયા એપ્રિલ 2025માં જિમ્ની, ફ્રેન્કોક્સ જેવી SUV ને નાની હેચબેક કાર પર સારો ડિસ્કાઉન્ટ મળી રહ્યોં છે. આમાં રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ અથવા સ્ક્રેપેજ બેનિફિટ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ જેવી ઑફરોનો સમાવેશ થાય છે.

મારુતિ જિમ્ની પર 1 લાખ રૂપિયા બચશે
ઓટોકાર ઇન્ડિયાના એક સમાચાર અનુસાર, તમને આ મહિને મારુતિ જીમ્ની પર મોટી બચત મળશે. જો તમે 4X4 કોમ્બિનેશનમાં 5-ડોર મારુતિ ખરીદવા જઈ રહ્યા છો, તો તમને તેના ટોપ મોડલ પર 1 લાખ રૂપિયા સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ મળશે. આના પર કોઈ એક્સચેન્જ કે કોર્પોરેટ બોનસ નથી. આ મારુતિ જિમનીના વિવિધ વેરિયન્ટ્સની એક્સ-શોરૂમ કિંમત છે.

તેના Zeta વેરિઅન્ટની કિંમત 12.75 લાખ રૂપિયા અને આલ્ફા વેરિઅન્ટની કિંમત 13.70 લાખ રૂપિયા છે. જ્યારે તેમના ઓટોમેટિક મોડલ અનુક્રમે રૂ. 13.85 લાખ અને રૂ. 14.80 લાખથી શરૂ થાય છે.

મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી કાર કંપની છે. આ વર્ષે કંપનીએ 20 લાખથી વધુ કારનું ઉત્પાદન કર્યું છે. આ સાથે જ દેશમાંથી કારની નિકાસમાં પણ નવો રેકોર્ડ સર્જાયો છે. મારુતિ સુઝુકીએ આ વર્ષે દેશની બહાર 3 લાખથી વધુ કારની નિકાસ કરી છે. મારુતિ સુઝુકીમાં મોટો હિસ્સો જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશનનો છે.

આ પણ વાંચો : ભાજપના સિનિયર નેતાના ઘર પર મોડી રાતે આતંકી હુમલો, અજાણ્યા શખ્સો ગ્રેનેડ ફેંકી ભાગી ગયા

Back to top button