પ્રિયંકા મિસ વર્લ્ડ બની તો શું તેને મળી પણ ન શકું? કહીને માતા મધુ ચોપરા રડવા લાગ્યા હતા
- પ્રિયંકા ચોપરાએ 30 નવેમ્બર 2000ના રોજ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો
- મધુ ચોપરાએ ફિલ્મી જ્ઞાનને આપેલા એક ઈન્ટરવ્યુમાં તે ક્ષણને યાદ કરી
મુંબઈ,26 મે: બોલિવૂડથી હોલીવુડ સુધીની સફર કરનાર પ્રિયંકા ચોપરાએ 30 નવેમ્બર 2000ના રોજ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. જ્યારે પ્રિયંકા ચોપરાનું નામ મિસ વર્લ્ડ પેજન્ટમાં વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારે તેની માતા મધુ ચોપરા અને પિતા અશોક ચોપરા પણ ત્યાં હાજર હતા. પરંતુ ત્યાં કંઈક એવું બન્યું, જેના કારણે પ્રિયંકાની માતાની આંખોમાં આંસુ આવી ગયા અને તે નિરાશ થઈ ગઈ. આવો તમને આખો મામલો જણાવીએ.
પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ ફિલ્મી જ્ઞાનને આપેલા એક ઈન્ટરવ્યુમાં તે ક્ષણને યાદ કરી જ્યારે તેમની પુત્રી મિસ વર્લ્ડ બની હતી. તેમણે કહ્યું, “જ્યારે તેના નામની ઘોષણા કરવામાં આવી ત્યારે હું મારું ભાન ગુમાવી બેઠી હતી. તેના પપ્પા (પ્રિયંકાના પિતા અશોક ચોપરા) ખુરશીની કિનારે બેઠા હતા, જાહેરાત થતાંની સાથે જ તેઓ ઊભા થયા અને કહ્યું, ચાલો, ચાલો, ચાલો તેને મળીએ.”
મધુ કહે છે, “તે સમયે મને સમજાયું કે અમે બંને પ્રિયંકાના માતા-પિતા છીએ, બાકીનો હોલ ભારતના સમર્થનમાં છે. ઘણા ભારતીયો હતા જેઓ સમર્થન આપી રહ્યા હતા. બહાર કેટલીક રેલી ચાલી રહી હતી, રોકો, બંધ કરોની માંગ સાથે પ્રદર્શનો થઈ રહ્યા હતા.. તે લંડન ડોમમાં થયું હતું. તે નવી જગ્યા હતી.”
મીટીંગ કરતા અટકાવ્યા હતા
પ્રિયંકાની માતા કહે છે, “અમે તેને મળવા માટે ઊભા થયાં. ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ તેમને ઘેરી લીધા હતા. અમે તેની પાસે પહોંચી શક્યા નહીં. પછી મને રડવું આવી ગયું.. આ શું છે ? આવો વ્યવહાર કેમ ? ભલે પ્રિયંકા મિસ વર્લ્ડ બને પણ અમે તો તેના માતા-પિતા છીએ? બધાના માતા પિતા બેઠા હતા…બધાના માતા-પિતા એક બાજુ બેઠા હતા. ડાયના હેડન ત્યાં હતી, તેણે જોયું. તેણી પાપા (અશોક ચોપરા)ને ઓળખતી હતી. તેણીએ હાથ ઊંચો કરીને સુરક્ષાકર્મીઓને કહ્યું કે માતા-પિતાને આવવા દો.
મધુ ચોપરાએ કહ્યું કે પછી તેને પ્રિયંકા ચોપરા પાસે ખૂબ જ સન્માન સાથે લઈ જવામાં આવી. તેમણે કહ્યું કે જ્યારે મેં પ્રિયંકાને ગળે લગાવીને અભિનંદન આપ્યા ત્યારે મેં તેને કહ્યું કે મારી પુત્રીના અભ્યાસનું શું થશે. આના પર પ્રિયંકાએ કહ્યું હતું કે, “મમ્મી, હું મિસ વર્લ્ડનો તાજ પહેરીને બેઠી છું અને તમે પૂછો છો કે અભ્યાસનું શું થશે.” મધુ ચોપરાએ કહ્યું કે હવે તે આ વાતો પર ખૂબ હસે છે.
આ પણ વાંચો: મલેશિયન માસ્ટર્સની ફાઈનલમાં પીવી સિંધુની હાર