આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

‘ગાઝામાં કોઈ નરસંહાર થયો નથી’, જો બાઈડનનું ઇઝરાયેલને સમર્થન

Text To Speech
  • અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને ફરી એકવાર ઈઝરાયેલને સમર્થન આપ્યું
    દક્ષિણ આફ્રિકાએ ઈઝરાયેલ પર નરસંહારનો આરોપ લગાવતા ઈન્ટરનેશનલ કોર્ટમાં અરજી કરી
    ગાઝામાં જે થઈ રહ્યું છે તે નરસંહાર નથી- જો બાઈડન

નવી દિલ્હી, 21 મે: અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને ફરી એકવાર ઈઝરાયેલને સમર્થન આપ્યું છે અને ગાઝામાં જે થઈ રહ્યું છે તે નરસંહાર હોવાના દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. અહી જણાવવાનું કે દક્ષિણ આફ્રિકાએ ઈઝરાયેલ પર નરસંહારનો આરોપ લગાવતા ઈન્ટરનેશનલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ કેસની સુનાવણીમાં ઈન્ટરનેશનલ કોર્ટે ઈઝરાયલ વિરુદ્ધ ઘણી વાતો કહી છે. જો કે તેનાથી વિપરિત અમેરિકન જો બાઈડને ઈઝરાયેલને પોતાનું સંપૂર્ણ સમર્થન આપ્યું છે.

રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને સોમવારે વ્હાઇટ હાઉસમાં યહૂદી અમેરિકન હેરિટેજ મહિના માટે એક સમારોહનું આયોજન કર્યું હતું. તેમણે અહીં કહ્યું કે ગાઝામાં જે થઈ રહ્યું છે તે નરસંહાર નથી. તેમણે એવા દાવાઓને ફગાવી દીધા હતા કે ઇઝરાયેલ ગાઝામાં નરસંહાર કરી રહ્યું છે. જો બાઈડને ઇઝરાયેલના નેતાઓ સામે વોરંટ માટે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની વિનંતીની ટીકા કરી હતી અને હમાસ સામેના યુદ્ધમાં ઇઝરાયેલને ટેકો આપવા હાકલ કરી હતી.

જો બાઈડને કહ્યું છે કે હું સ્પષ્ટ કરી દઉં કે ગાઝામાં જે થઈ રહ્યું છે તે નરસંહાર નથી. અમે તેનો અસ્વીકાર કરીએ છીએ. અમે હંમેશા ઈઝરાયેલની સુરક્ષા સામેના ખતરાનો સામનો કરીને તેની સાથે ઉભા રહીશું. બાઈડને એમ પણ કહ્યું હતું કે તેમનું વહીવટીતંત્ર 7 ઓક્ટોબરે હમાસ દ્વારા લેવામાં આવેલા બાકીના બંધકોની મુક્તિ માટે વાટાઘાટો કરવા માટે કામ કરી રહ્યું છે.

આ પણ વાંચો: છત્તીસગઢમાં નક્સલવાદીઓ પર કાર્યવાહી: એક ઈનામી માઓવાદી સહિત 10ની ધરપકડ  

Back to top button