ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

મ્યુચ્યુઅલ ફંડ્ઝ ન હોત તો બજારમાં આવ્યો હોત 20થી 30 ટકાનો ઘટાડો

નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર, 2025: ભારતીય શેરબજારમાં પાછલા વર્ષે ઓક્ટોબરમાં ઘટાડાનો દોર આવ્યો હતો, જેની અસર હજુ સુધી જોઇ શકાય છે. પસંદગીના પ્રસંગો સિવાય હવે બજારમાં મોટે ભાગે ઉતર ચડ જોવા મળી રહી છે. 2025ના બાકી પચેલા મહિનાઓમાં પણ યથાવત રહી શકે છે.

ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝના ગ્લોબલ હેડ ઓફ ઇક્વિટી સ્ટ્રેટેજી ક્રિસ્ટોફર વુડ કહે છે કે અન્ય એશિયન બજારોની સરખામણીમાં ભારતીય શેરબજારનું નબળું પ્રદર્શન સ્થાનિક કંપનીઓના શેરના મોંઘા મૂલ્યાંકનને કારણે છે. આ કારણે, 2025ના બાકીના સમયગાળા માટે સારું કોન્સોલિડેશન ચાલુ રહી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ વિના શેર 20-30% ઘટી શક્યા હોત

ગ્રીડ એન્ડ ફિયર રિપોર્ટના લેખક ક્રિસ વુડે જણાવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ ભારતીય શેરોમાં ભારે રોકાણ કરી રહી છે, જેના કારણે ભારતીય બજાર સ્થિર છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ વિના, વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણને કારણે આ વર્ષે શેરના ભાવ 20 થી 30 ટકા વધુ ઘટી ગયા હોત તેવી શક્યતા હતી.

1.40 લાખ કરોડનું વેચાણ

નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડના ડેટા અનુસાર, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય શેરોમાંથી રૂ. 1,40,394 કરોડનો ચોખ્ખો ઉપાડ કર્યો છે. વિદેશી રોકાણકારોએ આ વર્ષે 6 મહિનામાં વેચાણ કર્યું છે. સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ રૂ. 9,759 કરોડના શેર વેચ્યા છે. જુલાઈ અને ઓગસ્ટમાં તેમના શેરનું ચોખ્ખું વેચાણ અનુક્રમે રૂ. 17,741 કરોડ અને રૂ. 34,993 કરોડના થયા હતા.

આ પણ વાંચોઃ અમેરિકાના નવા વલણથી ટેરિફ વિવાદ ખત્મ થવાના સંકેત, કૃષિ અને ડેરી ક્ષેત્રોને સંપૂર્ણ રીતે ખોલવાની અમેરિકાએ માંગ ન કરી

Back to top button