ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો ભૂલથી પણ આ વસ્તુઓને હાથ ન લગાડતા

Text To Speech
  • કોલેસ્ટ્રોલ વધી ગયું હોય ત્યારે તે હૃદયની ધમનીઓમાં જામવાનું શરૂ થવા લાગે છે, જેના કારણે હૃદયને પમ્પિંગ કરવામાં વધુ દબાણનો સામનો કરવો પડે છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે યોગ્ય જીવનશૈલી અને ખાણીપીણીનો યોગ્ય પસંદગી જરૂરી છે

જો લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું હોય તો તે હાર્ટ હેલ્થ માટે જોખમી બની શકે છે. કોલેસ્ટ્રોલ વધી ગયું હોય ત્યારે તે હૃદયની ધમનીઓમાં જામવાનું શરૂ થવા લાગે છે, જેના કારણે હૃદયને પમ્પિંગ કરવામાં વધુ દબાણનો સામનો કરવો પડે છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે યોગ્ય જીવનશૈલી અને ખાણીપીણીનો યોગ્ય પસંદગી જરૂરી છે. જો તમે હાઈ કોલેસ્ટ્રોલના દર્દી છો તો તમારે કેટલીક વસ્તુઓથી દૂર રહેવું સારું રહેશે.

જો હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ સેચ્યુરેટેડ ફૂડ્સ, હાઈ શુગર અથવા વધુ મીઠાનું સેવન કરે છે તો કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. હાર્વર્ડ હેલ્થના રિપોર્ટ અનુસાર, જાણો કે હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓએ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ.

3 વસ્તુઓ ખાવાથી નુકસાન થશે

કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો પ્લીઝ આ વસ્તુઓને હાથ પણ ન લગાડતા hum dekhenge news hum dekhenge news

રેડ મીટ

કોલેસ્ટ્રોલના દર્દીઓએ નોનવેજથી દૂર રહેવું જોઈએ. ખાસ કરીને રેડ મીટ તેમના હૃદયને ખૂબ નુકસાન પહોંચાડે છે. તેનાથી કોલેસ્ટ્રોલ ઝડપથી વધે છે કારણ કે તેમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધુ હોય છે. આ સેચ્યુરેટેડ ફેટ કોલેસ્ટ્રોલ વધારે છે, જે હાર્ટની ધમનીઓમાં જમા થાય છે અને હાર્ટ એટેકનું કારણ બને છે. રેડ મીટ યુરિક એસિડ પણ વધારે છે.

કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો પ્લીઝ આ વસ્તુઓને હાથ પણ ન લગાડતા hum dekhenge news

તળેલો ખોરાક

જો તમે ચાટ અને પકોડા જેવી તળેલી વસ્તુઓ ખાવાના શોખીન છો, તો હવે તમારી આદત બદલવાનો સમય આવી ગયો છે. હાઈ કોલેસ્ટ્રોલ થાય તો ફ્રાઈડ વસ્તુઓ ખાવાથી આરોગ્યને ખૂબ નુકસાન થશે. આ ખાવાથી શરીરમાં વધારાની ચરબી પહોંચે છે જે કોલેસ્ટ્રોલમાં પરિવર્તિત થાય છે અને હૃદયની નળીઓને બ્લોક કરવાનું કામ કરે છે. આ સિવાય શુગરી ડ્રિંક્સ, સોડા અને મીઠાઈઓથી પણ દૂર રહેવું જરૂરી છે.

કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો પ્લીઝ આ વસ્તુઓને હાથ પણ ન લગાડતા hum dekhenge news

પ્રોસેસ્ડ ફૂડ

હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓએ પણ ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરવાનું ટાળવું જોઈએ. તે ખાવાથી કોલેસ્ટ્રોલ ઝડપથી વધે છે. આ સિવાય બટરથી બનેલી પેસ્ટ્રી, કુકીઝ, કેક અને અન્ય વસ્તુઓને વધુ માત્રામાં ખાવાથી પણ હૃદયને નુકસાન થાય છે.

આ પણ વાંચોઃ ગરમીમાં માથાના દુખાવા માટે જવાબદાર કારણો આ રહ્યા, મેળવો રાહત

Back to top button