ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

હ્રદયના ધબકારામાં છુપાયું છે હેલ્થનું રહસ્ય, હાર્ટ રેટ અને ઓવરઓલ હેલ્થનું શું છે કનેક્શન?

Text To Speech
  • હાર્ટ રેટ ફિટનેસ ટ્રેકરની જેમ કામ કરી શકે છે. અનેક લોકોના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે શું ઝડપી ધબકારા ખતરનાક છે કે ધીમી રિધમ હોવી સારી છે?

હૃદય આપણા શરીરનું એક મહત્ત્વપૂર્ણ અંગ છે અને તેને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે, પરંતુ શું તમે જાણો છો કે તમારું હૃદય તમારી ઓવરઓલ હેલ્થ અંગે પણ જણાવી શકે છે. તમારા હૃદયના ધબકારા (હાર્ટ રેટ) જે ઝડપે વધે કે ઘટે છે તે તમારી ઓવરઓલ હેલ્થને સૂચવે છે. હાર્ટ રેટ ફિટનેસ ટ્રેકરની જેમ કામ કરી શકે છે. અનેક લોકોના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે શું ઝડપી ધબકારા ખતરનાક છે કે ધીમી રિધમ હોવી સારી છે?

જો તમે પણ હૃદયના ધબકારા ફાસ્ટ કે ધીમા અંગે કોઈ નિર્ણય પર પહોંચી શકતા નથી, તો તમને આ જાણકારી કામ લાગશે. નિષ્ણાતો કહે છે કે ઉંમર, ફિટનેસ લેવલ અને સ્વાસ્થ્યની સ્થિતિ પ્રમાણે હૃદયના ધબકારા બદલાય છે.

હાર્ટ રેટમાં છુપાયું છે હેલ્થનું રહસ્યઃ હાર્ટ રેટ અને ઓવરઓલ હેલ્થનું શું છે કનેક્શન? hum dekhenge news

હાર્ટ રેટ સાથે જોડાયેલી મહત્ત્વની વાતો જાણો

18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 60-100 ધબકારા પ્રતિ મિનિટ એક સામાન્ય ગાઈડલાઈન છે, જ્યારે એથ્લિટ્સમાં હાર્ટરેટ તેમની મજબૂત કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમને કારણે ઘટી શકે છે. દરેક વ્યક્તિનો હાર્ટ રેટ યૂનિક હોય છે, આવી સ્થિતિમાં હેલ્થકેર પ્રોફેશનલની સલાહ જરૂરી છે.

હ્રદયના ધબકારા વધવા કે ઘટવાનો અર્થ

જો તમારા હૃદયના ધબકારા સતત વધતા રહે છે તો તે દર્શાવે છે કે તમે તણાવમાં છો અથવા એન્ગ્ઝાઈટીથી પીડાવ છો અથવા તો તમે કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓ સામે લડી રહ્યા છો. જ્યારે હૃદયના ધબકારા ઓછા હોવાનો અર્થ એ પણ છે કે તમારું હૃદય લોહીને પંપ કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.

હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે હાર્ટ રેટ મેડિકલ એક્ઝામિનેશન દરમિયાન ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેની મદદથી જીવલેણ પરિસ્થિતિઓનું નિદાન કરી શકાય છે. હૃદયના ધબકારામાંથી કેટલાક મહત્વપૂર્ણ સંકેતોને સમજીને, તમે તમારી લાઈફસ્ટાઈલમાં જરૂરી ફેરફારો કરી શકો છો.

આ પણ વાંચોઃ આદિત્ય નારાયણે ગુસ્સામાં ફેંક્યો ફોન, લોકોએ આપ્યો ઠપકો

Back to top button