ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પંજાબમાં ઝાડુ નિકળ્યુ તો ગુજરાતમા વહેલી ચૂંટણી નક્કી.

ગુજરાતમા વિપક્ષ મજબૂત થાય, નવી સરકાર 'ઘસાઇ' જાય એ પહેલા ચૂંટણી યોજાશે

Text To Speech

ફટાફટ પાર્લામેન્ટરી બોર્ડની રચના, બોર્ડ- નિગમોથી પદાધિકારીઓના રાજીનામાથી સંકેતો.
માર્ચમા બજેટ સત્ર પૂર્ણ થયા બાદ વિધાનસભા ભંગ થઈ શકે છે, મે-જૂનમા ચૂંટણીની શક્યતા

ગાંધીનગર

ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમા ભાજપ નબળુ પડવુ, પંજાબમા આમ આદમી પાર્ટી – આપ પાર્ટીનુ ઝાડુ મેદાન મારી જાય તો ગુજરાતમા ડિસેમ્બર- ૨૦૨૨ને બદલે જૂન-જૂલાઇ મહિનામા જ ચૂંટણી યોજાય એવા સંકેતો મળ્યા છે.

કોરોનાકાળમા મિસ મેનેજમેન્ટ અને તે પહેલાથી ચાલતા ભ્રષ્ટાચાર, કાંડ- કૌભાંડોને કારણે ગુજરાત સરકારમા ભાજપે ચહેરા બદલવાની ચાલાકી પણ હવે ખુલ્લી પડી ગઈ છે. નવા મંત્રીઓની અણઆવડત ઉઘાડી પડતા નવી સરકાર ઘસાઇને જૂની થાય એ પહેલા જ એન્ટી ઇન્કમ્બન્સીથી બચવા માર્ચ મહિનામા ૧૪મી વિધાનસભા ભંગ કરાવીને નવી ૧૫મી વિધાનસભા માટે ૬ મહિના વહેલી ચૂંટણી યોજાય તો નવાઇ નહી.

એક સપ્તાહમા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પહેલા તો ૫૭૬ સ્થળે મંડળીની બેઠક બોલાવી, પછી બોર્ડ- કોર્પોરેશનના પદાધિકારીઓના રાજીનામા લીધા બાદ તુરંત જ ફટાફટ પાર્લામેન્ટરી બોર્ડ અને કોર ગ્રુપની રચના કરતા વહેલી ચૂંટણીની અટકળો તેજ થઈ છે.

ઉલ્લેખનિય છે કે ૧૪મી ગુજરાત વિધાનસભાની મુદ્દત ૧૭ જાન્યુઆરી ૨૦૨૩ સુધીની છે.

Back to top button